ડેલ્ટા વેરિયન્ટ સમયે OH MY GOD બોલી ચૂકેલા દેશના નાગરિકોને ઓમિક્રોન વેરિયન્ટ આવતા જ ચિંતામાં સરી પડ્યા કે કે ક્યાંક ફરી પહેલા જ જેવી જ ખાનાખરાબી ન સર્જાય કેમકે બીજી લહેર વખતે જે રીતે એમ્બ્યૂલન્સની લાઇનો લાગી હતી સ્મશાનની ચીમનીઓ સતત ધધકતી હતી તે દ્રશ્યોને યાદ કરીને સૌ કોઇ ધ્રુજી ગયા તો પહેલી લહેર વખતે લોકડાઉનરૂપી વરવો ઘા સહન કરી ચૂકેલા સૌ કોઇને ફરી એ વાતની ચિંતા સતાવા લાગી કે ક્યાંક ફરી લોકડાઉન રૂપી હથિયારનો વરવો ઘા ન લાગે. પરંતુ અત્યારસુધીની પરિસ્થિતીને જોતા લોકડાઉન નહીં લાગે તે વાત પાક્કી છે. ત્યારે ઘણાના મનમાં એવો સવાલ થાય કે આટલા બધા કેસો વધી રહ્યા છે છતા કેમ લોકડાઉન નહીં લાગે?
તો આ સવાલનો જવાબ મેળવવા માટે કેટલાક આંકડાકીય અભ્યાસને સમજવા જરૂરી છે હાલમાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના કેસોની સાથે નવા વેરિયેન્ટ એવા ઓમિક્રોનના કેસો નોંધાઇ રહ્યા છે...આમ જોવા જઇએ તો આપણા દેશમાં ઓમિક્રોનની લહેર બેકાબૂ બનતી જઈ રહી છે. ડિસેમ્બર મહિનાની 27 તારીખે કોરોનાના 6,780 નવા કેસ નોંધાયા જેના બરાબર 20 દિવસ પછી આ કેસનો આંકડો 2 લાખ અને 68 હજાર પર પહોંચી ગયો. કોરોનાના કેસો વધતા ઘણા રાજ્યોમાં કર્ફ્યુ, વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન અભ્યાસ શરૂ કરી દેવાયો આ સ્થિતિ વચ્ચે સૌ કોઇના મનમાં એક જ સવાલ સર્જાયો કે પહેલાની જેમ ફરી લોકડાઉન લાગશે? જો કે સૌથી સારી વાત એ છેકે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઇએપણ સંપૂર્ણ લોકડાઉનના કોઈ સંકેત આપ્યા નથી...ત્યારે આવો સમજીએ કે લોકડાઉન ન લગાવવા પાછળ ક્યાં મહત્વના કારણો છે.
ઓમિક્રોન નથી એટલો ખતરનાક
ડિસેમ્બરની 27 તારીખથી ઓમિક્રોનને કારણે દેશમાં કોરોના વાઈરસના કેસો વધ્યા પણ વાત કરીએ ડેલ્ટા વેરિયન્ટની તો ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન જીવલેણ નથી. ઘણાં અભ્યાસમાં આ વાત સામે આવી છે કે ઓમિક્રોન વેરિયન્ટને માઈલ્ડ ગણાવાઇ રહ્યો છે ખાસ કરીને કેરળને બાદ કરતાં દેશમાં કોરોનાની બીજી લહેર 12 ફેબ્રુઆરી 2021એ આવી હતી. ત્રીજી લહેરની શરૂઆત 22 ડિસેમ્બર, 2021થી થઈ. જેની સામે ડેલ્ટા વેરિયન્ટના 23માં દિવસે કોરોના મૃત્યુ દર 0.64% હતો. આ આંકડો સપ્તાહનો સરેરાશ આંક છે જે ઓમિક્રોન વેરિયન્ટમાં માત્ર 0.07% છે.
જીવલેણ નહીં સાબિત થાય ઓમિક્રોનની લહેર
જાણકારોના મત પ્રમાણે, ઓમિક્રોનની પીક જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં આવશે. આંકડાઓ પ્રમાણે, ડેલ્ટા લહેરની પીકમાં જે નુકસાન થયું તે ઓમિક્રોન વેરિયન્ટમાં જોવા નહીં મળે. ઓમિક્રોનમાં મૃત્યુ દર માત્ર 3.3% છે. ઓમિક્રોનના પીક સમયે આ આંકડો વધશે પરંતુ ડેલ્ટાની સરખામણીએ મૃત્યુ દર ઘણો ઓછો હશે.
દિલ્હીમાં ઓમિક્રોનના કેસો અંત તરફ
દિલ્હીમાં સૌથી વધારે કેસો નોંધાયા હવે સ્થિતી એવી છેકે ઓમિક્રોનના કેસ પીક પર આવવાની તૈયારીમાં જ છે તો તેની સામે ખૂબજ ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.
16 ડિસેમ્બરે દિલ્હીમાં ઓમિક્રોનની લહેર આવી હતી. હવે દિલ્હીમાં ઓમિક્રોનના કેસો જેટલા વધવાના હતા એટલા વધી ગયા એટલે કે હવે પીક ખૂબજ નજીકમાં છે. 13 જાન્યુઆરી 2022એ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 2,969 હતી. ડેલ્ટા લહેરના પીકમાં આ સંખ્યા 21,154 હતી. આમ ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનમાં હોમ આઈસોલેશનના કેસની સંખ્યા વધી છે.
લોકડાઉનથી જનતા અને સરકાર બંનેને નુકસાન
2019-20ના પીરિયોડિક લેબર ફોર્સના સર્વે અને ડેટા પ્રમાણે , ભારતમાં આશરે 2,50,000 કેઝ્યુલ વર્કર્સ અને 20 લાખ સેલ્ફ એમ્પ્લોઈડ છે. જો ફરી લોકડાઉન આવ્યું તો આ તમામ લોકો પર આર્થિક સંકટમાં આવી જશે. હજુ ઘણા એવા લોકો પણ છે જે ગત્ત લોકડાઉનની અસર એટલે કે નુકસાનમાંથી પણ બહાર આવી શક્યા નથી લોકડાઉનથી સરકારની સિસ્ટમ પણ ખોરવાઈ છે. બિઝેનસ બંધ થશે તો ટેક્સ પણ ઓછો આવશે. તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આર્થિક દબાણ વધશે.
પણ યાદ રાખવા જેવી બાબત એ છે કે ભલે ઓમિક્રોનમાં હોસ્પિટલાઈઝેશનનો આંકડો એટલો નથી પરંતુ તેનાથી બચવું ઘણુ જરૂરી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ડેટા પ્રમાણે, ભારતની 60% ઓછી આવક ધરાવતી વસ્તી દેશના 30% સૌથી મોંઘા મેડિકલ ખર્ચાનો ભાર ઉઠાવે છે. આ ખર્ચો તેઓ ઉધારી અથવા સંપત્તિ વેચી કરે છે. તો તેની સામે દેશના ટોપ 20% અમીર લોકો માત્ર 15% કેસમાં જ આવા ખર્ચા થાય છે. જેથી લોકોએ જ સાવધ રહી ને ઓમિક્રોનથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું જરૂરી છે. આ ઉપરાંત વેક્સિનેશન વધારીને અને ત્રીજી લહેરના પીકમાં જરૂરી નિયંત્રણો લાગુ કરી સંક્રમણથી બચી શકાય છે.