માર્ચ આખર નજીક આવી ગઈ હોવાથી યાર્ડ સત્તાવાળાને વર્ષનાં હિસાબો કરવાનાં હોવાથી છેલ્લા પાંચ-સાત દિવસ યાર્ડો બંધ રહે છે, પરંતુ મગફળીનાં વેપારો તો અત્યારથી જ બંધ થવા લાગ્યા છે. રાજકોટ યાર્ડે ગત સપ્તાહે આવક અને હરાજી બંધ કરી હોવાથી મગફળીની હરાજી હવે સીધી બીજી એપ્રિલને શનિવારે જ શરૂ થશે. ઉત્તર ગુજરાતનાં પીઠાઓમાં હવે ખાસ આવક નથી. ગોંડલ યાર્ડમાં હજી બે-ત્રણ દિવસ હરાજી ચાલુ રહેવાની છે ત્યાર બાદ ત્યાં પણ બંધ થઈ જશે.
આમ મગફળીની આવકો ઓછી થવાને પગલે ભાવમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નહોંતી.મગફળીનાં વેપારીઓ કહે છેકે ઉનાળુ વાવેતર સરેરાશ ગત વર્ષની તુલનાએ ઓછા થાય તેવી ધારણાં છે. ખેડૂતો આવર્ષે તલનું વાવેતર વધારશે, જેની અસર મગફળીનાં વાવેતર ઉપર જ થશે. હાલ ઉનાળુ વાવેતર વેગ પકડી રહ્યાં છે.
વેપારીઓ કહે છે મગફળીમાં હવે આગામી ચૈત્ર મહિનાથી ખરીફ વાવેતરનાં બિયારણ માટેની ઘરાકી પણ નીકળવાની શરૂઆત થાય તેવી સંભાવનાં દેખાયરહી છે. આગામી દિવસોમાં જો મગફળીની બજારમાં લેવાલી આવશે તો બજારને ટેકો મળી શકે તેમ છે.
નાંણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાતના કડી માર્કેટયાર્ડમાં જણસની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે ઘઉં અને એરંડાની 20 હજાર બોરીની આવક નોંધાઇ હતી. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા યાર્ડ કમિટી દ્વારા ઘઉંની હરાજી સોમવારથી છત્રાલ રોડ સ્થિત કોટન માર્કેટયાર્ડમાં ખસેડાઇ છે.
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 410 | 486 |
જીરું | 2000 | 4091 |
એરંડા | 1176 | 1441 |
તલ | 1431 | 2231 |
બાજરો | 201 | 351 |
ચણા | 871 | 908 |
મગફળી ઝીણી | 825 | 1301 |
મગફળી જાડી | 800 | 1331 |
ડુંગળી | 81 | 291 |
લસણ | 51 | 331 |
નવું લસણ | 121 | 621 |
જુવાર | 411 | 441 |
સોયાબીન | 1101 | 1411 |
ધાણા | 1301 | 2201 |
તુવેર | 800 | 1231 |
ડુંગળી સફેદ | 141 | 201 |
મગ | 1171 | 1291 |
મેથી | 900 | 1161 |
કલ્નજી | 1500 | 3081 |
મરચા સુકા | 1301 | 6701 |
ઘઉં ટુકડા | 425 | 561 |
શીંગ ફાડા | 800 | 1331 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 2145 |
ઘઉં | 375 | 487 |
જીરું | 2500 | 4105 |
એરંડા | 1100 | 1428 |
બાજરો | 400 | 450 |
રાયડો | 1000 | 1225 |
મગફળી ઝીણી | 905 | 1144 |
લસણ | 285 | 620 |
અજમો | 1775 | 2730 |
ધાણા | 1200 | 2200 |
તુવેર | 900 | 1190 |
અડદ | 900 | 1125 |
મરચા સુકા | 700 | 3800 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2375 |
ઘઉં | 420 | 440 |
જીરું | 2600 | 4100 |
એરંડા | 1390 | 1420 |
તલ | 1970 | 2170 |
રાયડો | 1065 | 1165 |
ચણા | 750 | 1000 |
મગફળી ઝીણી | 950 | 1160 |
મગફળી જાડી | 1060 | 1300 |
સોયાબીન | 1000 | 1265 |
ધાણા | 1500 | 2050 |
તુવેર | 950 | 1215 |
અડદ | 600 | 1265 |
મેથી | 975 | 1075 |
કાળી જીરી | - | - |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1580 | 2210 |
ઘઉં | 375 | 565 |
જીરું | 2250 | 3751 |
બાજરો | 350 | 610 |
ચણા | 800 | 907 |
મગફળી જાડી | 1200 | 1335 |
જુવાર | 400 | 450 |
ધાણા | 1551 | 2151 |
તુવેર | 995 | 1170 |
મેથી | 850 | 1160 |
ઘઉં ટુકડા | 435 | 600 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1651 | 2130 |
જીરું | 3400 | 4115 |
એરંડા | 1405 | 1427 |
રાયડો | 1130 | 1236 |
ચણા | 880 | 972 |
ધાણા | 1850 | 2565 |
મેથી | 950 | 1072 |
રાઈ | 1080 | 1200 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 1650 | 2300 |
ઘઉં ટુકડા | 436 | 474 |
જુવાર સફેદ | 442 | 605 |
જુવાર પીળી | 445 | 471 |
બાજરી | 281 | 438 |
તુવેર | 1021 | 1205 |
મગ | 1222 | 1453 |
વાલ દેશી | 925 | 1640 |
વાલ પાપડી | 1650 | 1850 |
સુરજમુખી | 825 | 1175 |
એરંડા | 1386 | 1420 |
અજમો | 1550 | 2360 |
સુવા | 850 | 1211 |
સોયાબીન | 1340 | 1417 |
કાળા તલ | 1900 | 2601 |
લસણ | 150 | 550 |
ધાણા | 1400 | 2100 |
જીરું | 3100 | 4250 |
રાઈ | 1050 | 1175 |
મેથી | 910 | 1150 |
ઇસબગુલ | 1750 | 2305 |
રાયડો | 1115 | 1220 |