તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ ખોટી જગ્યાએ તો નથી થઈ રહ્યો ને? જાણો તમારા આધારનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે?

તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ ખોટી જગ્યાએ તો નથી થઈ રહ્યો ને? જાણો તમારા આધારનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે?

જ્યારથી ભારત સરકારે આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે ત્યારથી આપણા જીવનમાં આધાર કાર્ડ એક મહત્વનો ભાગ બની ચૂક્યું છે. લગભગ મોટા ભાગના સરકારી કામ વખતે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે. પછી ભલે તે રાશન ની દુકાન હોય કે બીજુ કોઈ પણ સરકારી કામ હોય, આધાર કાર્ડ હવે ફરજિયાત થઈ ગયું છે. આધાર કાર્ડની જરૂરિયાત લગભગ દરેક જગ્યાએ પડવા લાગી છે. પંરતુ તેનો ઉપયોગ ખોટી જગ્યાએ ન થાય તેનો ભય સૌથી વધારે રહેલો છે. તમને એ જાણ હોવી જોઈએ કે તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે. તમારું આધાર કાર્ડ કંઈ કંઈ જગ્યાએ વપરાયું છે? એ તમને સરળ પ્રક્રિયા દ્વારા સમજાવીશું.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર હોવો ફરજિયાત: તમારા આધાર કાર્ડ નો ઉપયોગ કઈ જગ્યાએ થયો છે તે જાણવા તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલો હોવો જરૂરી છે. જો આધાર કાર્ડ નો તમારે છ મહિનાનો રેકોર્ડ જોવો હોય તો યુઝર 50 રેકોર્ડ એક સમયે જોઈ શકે છે.

UIDAI દ્વારા આધાર કાર્ડ બહાર પાડવામાં આવે છે.
આધાર કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( The Unique Identification Authority of India - UIDAI) દ્વારા બહાર પાડવામાં આવે છે. આધાર કાર્ડ બાયોમેટ્રિક પ્રક્રિયાથી માહિતી રેકોર્ડ કરે છે. UIDAI વેબસાઈટ ઉપર આધાર હિસ્ટ્રી સેવા આપવામાં આવે છે. જેના સ્વારા જાણી શકાય છે કે આધાર કાર્ડ નો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે.

આ પણ વાંચો: શું તમે આધાર કાર્ડની લોક/ અનલોકની સુવિધા વિશે જાણો છો? જાણો આધાર કાર્ડની આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

આ છે સરળ પ્રક્રિયાથી તમે આધાર કાર્ડની હિસ્ટ્રી જાણી શકો છો:

૧) સૌથી પહેલા તમારે https://uidai.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.

૨) 'My Aadhaar' માં તમને 'Aadhaar Services' નો વિકલ્પ દેખાશે.

૩) 'Aadhaar Services' માં ‘Aadhaar Authentication History’ વિકલ્પ જોવા મળશે તેના પર કલીક કરો.

૪) પછી તે પેજમાં આધાર નંબર અને કેપચા કોડ દાખલ કરવાનો રહેશે Send OTP ઉપર કલીક કરો.

૫) Send OTP ઉપર કલીક કરવાથી નવું પેજ ખુલશે જેમાં કેટલાક ઓપ્શન જોવા મળશે જેમાં તમારે સૂચના ક્યાં પ્રકારની હિસ્ટ્રી જોવી છે અને ક્યાં સમય સુધીની હિસ્ટ્રી જોવી ? તે સેલેક્ટ કરવું પડશે. ત્યારબાદ ઓટીપી (OTP) દાખલ કરી Verify OTP પર કલીક કરવાનું રહેશે.

૬) Verify OTP પર કલીક કરશો એટલે તે જે સમયગાળા દરમિયાન તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી જોવા માંગતા હતા તે બતાવશે.

આમ, તમારા આધાર કાર્ડનો ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે કે નય તે તમે આવી રીતે જાણી શકો છો.

આવી વધારે માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ માહિતી ગુજરાતના દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.