પબ્લિક સેક્ટરની યુકો બેન્ક તેના ગ્રાહકોને બચત યોજનાઓ પર શાનદાર વ્યાજ આપી રહી છે. અહીં અમે યુકો બેન્કની એફડી સ્કીમ વિશે જાણીશું. યુકો બેન્ક પાસે એક એફડી સ્કીમ એવી પણ છે, જેમાં જો તમે ફક્ત 2 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદત પર 28,200 રૂપિયાનું વ્યાજ મળી શકે છે.
એફડીની ખાસ વાત એ છે કે, તે ગેરંટી સાથે એકદમ ફિક્સ વ્યાજ આપે છે. તમે યુકો બેન્કમાં 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે એફડી ખાતું ખોલી શકો છો. યુકો બેન્ક તેના ગ્રાહકોને એફડી પર 2.90 ટકાથી 7.95 ટકા (ફક્ત રિટાયર્ડ સિનિયર સિટીઝન કર્મચારીઓને) વ્યાજ આપી રહી છે.
યુકો બેન્કમાં 444 દિવસની એફડી પર આપે છે સૌથી વધુ વ્યાજ
યુકો બેન્ક 444 દિવસની સ્પેશિયલ એફડી સ્કીમ પર સામાન્ય નાગરિકોને સૌથી વધુ 6.45 ટકા અને સિનિયર સિટીઝનને 6.95 ટકાનો વ્યાજ દર આપી રહી છે. યુકો બેન્ક તેના નિવૃત્ત સિનિયર સિટીઝન સ્ટાફને 444 દિવસની એફડી યોજના પર 7.95 ટકા વ્યાજ આપી રહી છે.
તમને જણાવી દઈએ કે, યુકો બેન્ક તેના નિવૃત્ત સિનિયર સિટીઝન સ્ટાફને 1 વર્ષથી ઓછી મુદતની એફડી યોજનાઓ પર સામાન્ય કરતા 1.25% વધુ વ્યાજ અને 1 વર્ષથી વધુ મુદતની એફડી યોજનાઓ પર સામાન્ય કરતા 1.50% વધુ વ્યાજ આપે
2,00,000 જમા કરાવો અને મેળવો ₹28,200નું ફિક્સ વ્યાજ
જો તમે સામાન્ય નાગરિક છો અને યુકો બેન્કમાં 2 વર્ષની FDમાં 2 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદતે કુલ 2,25,965 રૂપિયા મળશે, જેમાં 25,965 રૂપિયાનું ફિક્સ વ્યાજ શામેલ છે. જો તમે સિનિયર સિટીઝન છો અને યુકો બેન્કમાં 2 વર્ષની FDમાં 2 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને પાકતી મુદતે કુલ 2,28,200 રૂપિયા મળશે, જેમાં 28,200 રૂપિયાનું ફિક્સ વ્યાજ શામેલ છે. તમને જણાવી દઈએ કે FD યોજના હેઠળ તમને નિશ્ચિત સમય પછી ચોક્કસ રકમ વ્યાજ મળે છે અને આમાં કોઈપણ હોતું નથી.