હાલમાં ગુજરાતમાં ચારેકોર વરસાદનો માહોલ છે અને એ વચ્ચે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. ત્યારે હવે નવરાત્રિની સિઝન પણ શરૂ થઈ રહી છે અને લોકો ટેન્શનમાં છે કે નવરાત્રિ સુધરશે કે બગડશે?? અંબાલાલની આગાહીમાં 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ આવશે.
અંબાલાલે આગળ વાત કરી કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે. નવી સિસ્ટમ 14થી 17 સપ્ટેમ્બર ભારે વરસાદ લાવી શકે છે. વરસાદ ખેલૈયાઓની નવરાત્રિ બગાડે તેવી પણ શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડશે.
આ સાથે જ નવી આગાહીમાં અંબાલાલ પટેલે કહ્યું કે, સપ્ટેમ્બર 2 સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. દરિયામાં હલચલ થતા મોટા મોજા ઉછળશે. ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતભરમાં ભારે વરસાદ થશે. દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે.
જો કે જોવા જેવી વાત એ પણ છે કે વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમકે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે.