જાણો કઈ તારીખે કયું નક્ષત્ર ચાલુ થશે? ક્યાં નક્ષત્રમાં ભારે વરસાદ પડશે? જ્યોતિષોની વરસાદને લઈને સૌથી મોટી આગાહી
06:44 PM, 22 March 2024 - Team Khissu
જાણો કઈ તારીખે કયું નક્ષત્ર ચાલુ થશે? ક્યાં નક્ષત્રમાં ભારે વરસાદ પડશે? જ્યોતિષોની વરસાદને લઈને સૌથી મોટી આગાહી
https://khissu.com/guj/post/find-out-which-star-will-turn-on-which-date-which-star-will-receive-heavy-rainfall-the-biggest-pre
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
સુર્ય જ્યારે મૃગ રાશિ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે દેશમાં વરસાદની શરૂઆત થતી હોઈ છે. પરંતુ વિધિવત્ રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જયારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે થાય છે. આ વર્ષે સૂર્ય ૮મી જૂને મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ચોમાસાની શરૂઆત થશે અને સૂર્ય 21મી જૂન સુધી મૃગ રાશિ નક્ષત્રમાં રહેશે. ગ્રહ નક્ષત્ર ની સ્થિતિ સૂચવે છે કે આ વર્ષે એકંદરે વરસાદ સારો થશે. જૂનમાં મધ્યમ અને જુલાઈમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર સમુદ્રકિનારે હોવાથી દરિયાકાંઠે વરસાદ સારો પડશે.
વિક્રમ સવંત 2077 ના વર્ષમાં મંગળ પુષ્ય નક્ષત્રના પહેલા ચરણથી સ્વાતિ નક્ષત્રના બીજા ચરણ સુધી રહેશે. શનિ મહારાજ શ્રાવણ નક્ષત્રનાં ત્રીજા ચરણથી બીજા ચરણ સુધી રહે છે. સૂર્ય નક્ષત્ર પ્રમાણે વરસાદ ની વિગત 8/6 થી 21/6 સુધી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં રહેશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે, આ નક્ષત્રમાં પવન અને બફારો રહે છે અને ક્યાંક-ક્યાંક વરસાદ થાય છે.
ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડશે?
- તારીખ 22 જુન થી 5 જુલાઈ સુધી સૂર્ય આદ્ર નક્ષત્રમાં રહેશે. વાહન શિયાળનું,વાદળાં રહે વરસાદ મધ્યમ થાય.
- તારીખ 6 જૂન થી 19 જૂન સુધી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં રહેશે વાહન ઉંદરનું, પવન સાથે વરસાદ સારો થશે.
- તારીખ 20 જૂનથી 2 જુલાઈ સુધી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં રહેશે. વાહન અશ્વનું, છૂટોછવાયો વરસાદ થશે.
- 3 જુલાઈ થી 16 જુલાઈ વચ્ચે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં રહેશે. વાહન મોરનું છે જેથી વરસાદ સારો થશે.
- 17 જુલાઈ થી 29 જુલાઈ સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે. વાહન ગધેડો, તોફાની પવન સાથે વરસાદ થાય.
- 30 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. વાહન દેડકો, સારો વરસાદ થશે.
- 13 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ સુધી સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વાહન ભેંસનું વરસાદ સારો થશે.
- તારીખ 27 ઓગસ્ટ 9 સપ્ટેમ્બર સુધી સૂર્ય હસ્ત નક્ષત્રમાં, વાહન અશ્વનુ સામાન્ય વરસાદ થશે.
- તારીખ 10 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં, વાહન મોરનું કોઈક જગ્યાએ ભયંકર વરસાદ થશે.
- તારીખ 24 સપ્ટેમ્બર થી 6 ઓકટોબર સુધી સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં વાહન ગધેડો સમુદ્રમાં વરસાદ પડશે. ક્યાંક છાટા પડશે. એકંદરે વરસાદ સારો રહે પવનનું પણ જોર રહેશે તેમ શત્રી રાજદીપ જોશી એ જણાવેલ છે.
ગુજરાતમાં આગામી બે દિવસમાં આ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા:- ગુજરાતમાં દરિયા ઉપરથી ફૂંકતા ભેજયુક્ત પવન અને ગરમીને કારણે ઊભા થયેલા સ્થાનિક વાતાવરણને પગલે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વડોદરા, વલસાડ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.