કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોએ લાગુ પ્રતિબંધોને હળવા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India - SBI) ના ગ્રાહકો માટે મોટો સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકની શાખાઓના કાર્યકારી સમયમાં મોટો ફેરફાર કર્યો છે.
બેંકનો કાર્યકારી સમય બદલાયો:- કોરોનાના વધતા જતા કેસોને કારણે બેંકે કાર્યકારી સમય ઘટાડ્યો હતો. પરંતુ હવે કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં ફરી કામકાજના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ જ્યાં એસબીઆઈ શાખા (SBI Branch) સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કામ કરતી હતી, હવે તેમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે જે મુજબ એસબીઆઈ (SBI) બેંકની શાખાઓ હવે બપોરના 4 વાગ્યા સુધી ખુલી રહેશે. એસબીઆઈ (SBI) એ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ અંગે માહિતી આપી છે કે ગ્રાહકો તેમની બેંકને લગતા કામ સવારે 10 થી સાંજના 4 વાગ્યા દરમિયાન કરી શકશે. બેંકે એક ટ્વિટમાં લખ્યું છે કે, 1 જૂન, 2021 થી SBI બેંકની તમામ શાખાઓ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલી રહેશે.
આ પણ વાંચો: શું તમે બેંકોની આ સુવિધા વિશે જાણો છો? SBI, BOB, ICICI, Axis Bank વગેરે બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India - SBI) એ તેના ગ્રાહકોની સુવિધા માટે અલગ-અલગ જગ્યાએ AWDM (Automated Deposit and Withdrawal Machine) મશીનો સ્થાપિત કર્યા છે. આ મશીનોની વિશેષતા એ છે કે તમે રોકડ ઉપાડવાની સાથે તેમાં રોકડ જમા પણ કરી શકો છો. એસબીઆઇએ પોતાના ૪૫ કરોડ ગ્રાહકોને આ અંગેની માહિતી આપી છે. જો તમે પણ એસબીઆઈ (SBI) ના ગ્રાહક છો, તો હવે તમારે તમારા ઘરની પાસે સ્થિત AWD મશીનથી પૈસા ઉપાડી શકો છો અને જમા પણ કરાવી શકો છો.
SBI ના AWDM વિશેની વધારે માહિતી મેળવવા માટે અહીં ક્લીક કરો.
રોકડ ઉપાડના નિયમો બદલાયા:- અગાઉ એસબીઆઈ (SBI) એ તેના ગ્રાહકો માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને રોકડ ઉપાડવા માટેના નવા નિયમો વિશે જણાવ્યું હતું. તે મુજબ હવે નોન ડોમેસ્ટિક શાખાઓમાંથી કેશ ઉપાડવાની મર્યાદા વધારી દેવામાં આવી છે, અને તે મુજબ ગ્રાહકો એક દિવસમાં 25000 રૂપિયા ઉપાડી શકશે. એસબીઆઈ (SBI) એ આ અંગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે કે, 'એસબીઆઈએ કોરોના રોગચાળામાં તેના ગ્રાહકોને ટેકો આપવા માટે ચેક અને ઉપાડના ફોર્મ્સ દ્વારા રોકડ ઉપાડની મર્યાદામાં વધારો કર્યો છે. હવે ગ્રાહકો તેમની નજીકની શાખામાં (હોમ શાખા સિવાય) જઈ શકે છે અને એક જ દિવસમાં તેમના બચત ખાતા (Saving Account) માંથી 25,000 રૂપિયા ઉપાડી શકે છે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.