આજ તારીખ 16/06/2021 ને બુધવારના જામનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું. હાલ કોરોના મહામારીને લીધે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડો શરૂ નથી, તેથી હાલ જે માર્કેટ યાર્ડો શરૂ છે તેના ભાવ આપવામાં આવશે. જે માર્કેટ યાર્ડો શરૂ છે ત્યાં પણ બધા પાકોની હરરાજી શરૂ નથી, તેથી જે પાકોની હરરાજી શરૂ છે તે જ પાકોના બજાર ભાવ આપવામાં આવશે.
આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતના સમાચાર: મોદી સરકારે DAP ખાતરની સબસિડીમાં રૂ. ૭૦૦ નો વધારો
આજના બજાર ભાવ તમે Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો.
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માં આવેલ બેડી માર્કેટ યાર્ડ ગુજરાતમાં અલગ અલગ પાકો ની લે વેંચ માટે પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટ નાં બજાર ભાવમાં રજકાનું બી, કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5100 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2100 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2538 સુધીના બોલાયાં હતા. તે સિવાય યાર્ડમાં કપાસ ના ભાવ પણ સારા રહ્યા હતા. કપાસનો સૌથી ઉંચો ભાવ મણે 1530 રૂપિયા સુધીનો બોલાયો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1340 | 1530 |
મગફળી જાડી | 1045 | 1240 |
મગફળી ઝીણી | 950 | 1160 |
ધાણા | 1014 | 1230 |
તલ | 1371 | 1575 |
કાળા તલ | 1700 | 2100 |
રજકાનું બી | 2900 | 5100 |
લસણ | 850 | 1200 |
જીરું | 2100 | 2538 |
મગ | 1020 | 1330 |
બાજરી | 240 | 315 |
મકાઈ | 270 | 325 |
અડદ | 1050 | 1330 |
તલી | 1371 | 1575 |
એરંડા | 900 | 1000 |
અજમો | 950 | 1875 |
સોયાબીન | 1225 | 1380 |
રાય | 1000 | 1203 |
ઈસબગુલ | 1550 | 2060 |
રાયડો | 1116 | 1224 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1750 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2370 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 341 |
કાળા તલ | 1000 | 1750 |
એરંડો | 800 | 968 |
અડદ | 1000 | 1344 |
તલ | 1300 | 1555 |
મગફળી જાડી | 780 | 1282 |
ચણા | 800 | 910 |
ધાણા | 1050 | 1181 |
જીરું | 2000 | 2370 |
મગ | 970 | 1243 |
મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટ યાર્ડ સૌથી વધારે ડુંગળી (લાલ અને સફેદ), નાળીયેર, મગફળી અને કપાસની આવક\વેચાણ માટે પ્રખ્યાત છે. આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 11022 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 47560 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 381 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 271 રહ્યો હતો. મહુવામાં જીરુંના બજાર ભાવની વાત કરીએ તો જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે 2280 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: (14/06/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ
ખાસ નોંધ: (૧) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે મગફળી લાવતા ખેડૂતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, મગફળીનો ભરાવો થઈ ગયેલ હોવાથી તા. ૧૭/૬/૨૧ ગુરૂવાર સવારનાં ૧૧/૦૦ કલાકથી મગફળીની આવકને પ્રવેશ આપવા દેવામાં આવશે નહી. નવી જાહેરાત કરવામાં ન આવે ત્યા સુધી મગફળી ન લાવવા ખેડુતભાઈઓને જાણ કરવામાં આવે છે. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.
(૨) મહુવા માર્કેટ યાર્ડમાં માલ વેચાણ માટે લાવતા ખેડુતભાઈઓને ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે આ વરસે હવામાન વિભાગ તરફથી વરસાદી વાતાવરણ રહેવાની આગાહીઓ છે. તેથી નિયામકશ્રી, ખેત બજાર અને ગ્રા.અર્થતંત્ર, ગાંધીનગર તરફથી મળેલ સુચનાનુસાર માર્કેટ યાર્ડમાં માલ વેચાણ માટે આવતા ખેડુતભાઈઓને જણાવવાનું કે, જે દિવસે જે જણસી લાવવાનો વારો હોય તે મુજબ જ પ્રવેશ મળશે તેથી પોતાના કમીશન એજન્ટને પુછીને જ માલ લાવવો તેમજ માલ પલળે નહીં તેની સાવચેતી માટે ફરજીયાત તાલપત્રી કે પ્લાસ્ટીક લાવવાનું રહેશે. અને માલ ઢાંકીને રાખવાનો રહેશે. ઉપરોકત સુચનાની ખેડુતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ અને તકેદારી લેવી.
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 80 | 381 |
સફેદ ડુંગળી | 50 | 271 |
મગફળી | 980 | 1258 |
ઘઉં | 200 | 471 |
અડદ | 825 | 1378 |
મગ | 928 | 1258 |
નાળીયેર | 392 | 1762 |
ચણા | 718 | 951 |
તુવેર | 825 | 1150 |
જીરું | 2021 | 2280 |
રાય | 851 | 1011 |
મેથી | 1001 | 1198 |
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરનું હાપા માર્કેટીંગ યાર્ડ અજમાના પાકને લીધે ખુબ જ પ્રખ્યાત છે. જામનગરમાં અધ્યતન મશીનરી દ્વારા પ્રોસેસીંગ કરેલા અજમાની ગલ્ફના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ કારણે ભારતમાં અજમાની નિકાસમાં જામનગર ટોચના ક્રમે આવે છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવતો અજમો લીલોછમ અને તીખાશવાળો હોવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે. આ અજમો ઉચ્ચ ગુણવતાવાળો હોવાથી નિકાસમાં મહારાષ્ટ્રના કરનુલ અને મધ્યપ્રદેશના નંદુરબાર બાદ ગુજરાતનું જામનગર ત્રીજા ક્રમે આવે છે. જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામનગર નાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામનગરમાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3011 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2510 સુધીના બોલાયાં હતાં.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 908 | 984 |
લસણ | 850 | 935 |
મગફળી જાડી | 900 | 1157 |
ચણા | 850 | 1554 |
ધાણા | 950 | 1165 |
ઘઉં | 330 | 346 |
મગફળી જીણી | 950 | 1176 |
અજમો | 1800 | 3011 |
કપાસ | 900 | 1380 |
જીરું | 1800 | 2510 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડ મરચાં માટે ખાસ વખણાઈ છે. ગુજરતમાં મરી મસાલાનાં વેચાણ માટે ઉંઝા માર્કેટ યાર્ડ પછી ગોંડલ માર્કેટનો સમાવેશ થાય છે. ગોંડલમાં જીરૂ, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા પાકનું મોટા પ્રમાણમાં લે-વેચ થાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં સોયાબીન, જીરૂં અને ઈસબગુલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ગોંડલ માં સોયાબીનનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1591 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2531 સુધીના બોલાયાં હતાં. તેમજ ઈસબગુલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2071 સુધી બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1516 |
મગફળી ઝીણી | 825 | 1206 |
મગફળી જાડી | 780 | 1266 |
સુકા મરચા | 601 | 2101 |
ચણા | 600 | 916 |
લસણ | 501 | 1241 |
મગ | 776 | 1331 |
ધાણી | 1000 | 1416 |
ધાણા | 900 | 1281 |
જીરું | 2101 | 2531 |
એરંડા | 801 | 986 |
લાલ ડુંગળી | 101 | 361 |
સોયાબીન | 1281 | 1591 |
ઈસબગુલ | 1500 | 2071 |
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.