જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતનાં ઘણાં ભાગોમાં વાવણી થઇ ગઈ છે. જ્યારે હજી પણ ઘણા એવા વિસ્તારો બાકી છે કે જ્યાં વાવણી નથી થઈ અથવા ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં ગુજરાતનાં પશ્વિમ સૌરાષ્ટ્ર બાજુનાં જિલ્લામાં વાવણી લાયક વરસાદ પણ નોંધાયો નથી ત્યારે હાલ ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યાં છે કે આગમી એક અઠવાડિયા સુધી સાર્વત્રિક વરસાદનાં સંજોગો જણાતાં નથી.
1 થી 7 જુલાઈ સુધીમાં વરસાદ આગાહી?
હવે વાવણી થઈ ચુકેલ વિસ્તારમાં પણ સારા વરસાદની ખૂબ જરૂર છે ત્યારે 1 જુલાઈ થી 7 જુલાઈ દરમિયાન સારા અને સાર્વત્રિક વરસાદ કોઈ સારા પરિબળો જણાતાં નથી. 1 થી 7 જુલાઈ દરમિયાન નસીબ જોગ છૂટાં છવાતાં વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાં સ્વરૂપે વરસાદ પડી શકે બાકી વધારે વારસાદની શકયતાં જણાતી નથી.
8-15 જુલાઈ દરમિયાન વરસાદ આગાહી?
જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદને લઈને પોઝિટિવ સમાચાર મળી રહ્યા છે. એક વેબસાઈટના અનુમાન મુજબ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જુલાઈ મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયામાં જોવા મળી શકે છે. જેમાં બે થી ત્રણ દિવસ આગળ-પાછળ થઈ શકે છે. જોકે તે દિવસો હજી ઘણા દૂર છે એટલે એમને ચોક્કસ પૂર્વાનુમાન કરવું થોડુંક અઘરુ છે, તેમ છતાં આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જુલાઈ મહિનાના બીજા અઠવાડિયાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે.
અહીં નીચે ફોટા માં 30 જૂનથી 8 જુલાઇ સુધીનું અને 8 થી 16 જુલાઈ સુધીની અનુમાન છે. Precipitation rain forecast :
ક્યારે સારો વરસાદ પડી શકે?
ગુજરાતમાં ૧૦ જુલાઈથી લઈને ૨૦ જુલાઇ દરમિયાન સારો વરસાદ પડી શકે એવું હાલ પૂર્વાનુમાન છે. જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. જોકે આ આગોતરુ અનુમાન લાંબા ગાળાનું છે જેથી તેમાં ફેરફાર થઈ શકે છે.
હાલ 30 જૂનના સંજોગ?
હાલમાં MJO ફેઝ એક પૂર્વ આફ્રિકાનાં વિસ્તારોમાં બનેલ છે અને એક ટ્રફ હિમાલયની તળેટીમાં, જે આગામી 7-8 દિવસ હિમાલયની તળેટીમાં રહે તેવી શક્યતા છે જેથી સારા વરસાદનાં કોઈ સારા પ્રમાણો નથી. 8 જુલાઈ પછી વાતાવરણમાં સુધારો થશે જેમની માહિતી આગળ અમે Khissu Aplication માં જણાવતાં રહીશું માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.