મિત્રો થઈ જાવ તૈયાર, આવશે તમારી આતુરતાનો અંત. આવી રહ્યો છે પુષ્કળ વરસાદનો રાઉન્ડ. વેધર ચાર્ટની આગાહી મુજબ આગામી 10 દિવસ ભૂક્કા કાઢશે વરસાદ. ચાલુ થઈ રહ્યો છે આવતી કાલથી વરસાદનો મોટો રાઉન્ડ. ગુજરાતનાં દરેક આગાહીકારો કરી ચૂક્યા છે ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન ખાતાએ પણ ચાર ઇંચથી લઈને 15 ઇંચ સુધીના વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરે છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ૧૩ જુલાઈથી ૨૦ જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે અતિવૃષ્ટિનો વરસાદ થઈ શકે એવી સંભાવના વ્યક્ત કરે છે. 12 તારીખ પછી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય બનશે. હવામાન ખાતાની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં નિષ્ક્રિય બનેલું ચોમાસુ ગઈ કાલે ફરી સક્રિય બન્યું છે. સાથે સ્કાયમેટ ખાનગી સંસ્થાઓએ પણ જણાવ્યું છે કે આવનાર બેથી ત્રણ દિવસમાં ચોમાસુ ગતિ પકડશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા સહિત ગુજરાત રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી જણાવવામાં આવી છે.
આવતીકાલથી એટલે કે 10 જુલાઈથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સિવાયના દરેક વિસ્તારોમાં છૂટાછવાયા, કડાકા ભડાકા સાથે વરસાદના રાઉન્ડની શરૂઆત થશે. ત્યાર પછી 11 અને 12 જુલાઈથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની એક્ટિવિટી શરૂ થશે.
ગુજરાતમાં જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે. આવનાર વરસાદમાં રાઉન્ડમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળશે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.
હાલમાં ગુજરાતથી નીચે અરબી સમુદ્ર લાગુ ભારતના રાજ્યોમાં એક મોટો ટ્રફ તૈયાર થયો છે. જે તરફ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતમાં મેઘતાંડવ સર્જશે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના લોકોની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષા મુજબ ભારેથી અતિભારે વરસાદ નો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે.
10 તારીખે ક્યાં વરસાદ?
10 તારીખથી દક્ષિણ-પૂર્વ ગુજરાત અને ઊત્તર પૂર્વ લાગુ ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં વધારો થશે. સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયા વિસ્તારમાં રેડા ઝાપટાંનો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્ર બાજુ જોવા મળશે.
11&12 તારીખે વરસાદ?
૧૧ અને ૧૨ તારીખે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થશે. ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઝાપટાં સ્વરૂપે વરસાદ પણ ચાલુ થઇ જશે.
13 થી 20 તારીખ દરમિયાન આગાહી?
ત્યારથી 20 તારીખ દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના ઘણા એવા વિસ્તારો હશે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે. વેધર ચાર્ટના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાંં ભારે વરસાદની આગાહી જણાતી હતી જેમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આવનારા દિવસોમાં ક્યાંક હળવો, ક્યાંક મધ્યયમ, ક્યાંંક ભારે તો કયાક અતિભારે વરસાદ જોવા મળશે.
ભારે વરસાદના રાઉન્ડની વધારે માહિતી જિલ્લા વાઈઝ અમે ખિસ્સુંની એપ્લિકેશન માં આપને જણાવતા રહીશું એટલા માટે ગુજરાતના દરેક ભાઈઓ Khissu ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો.