khissu

સામાન્ય લોકોને જટકો/ 30 સપ્ટેમ્બર પહેલા કરી લો આ કામ, નહિતર ભરવો પડશે દંડ...

સપ્ટેમ્બરના અંત સુધીમાં સામાન્ય માણસ ની આવક  સાથે જોડાયેલી ઘણી બાબતો બદલાઈ જશે. આ સમાચાર ખાસ કરીને જોબ કરતા લોકો માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે 1 ઓક્ટોબરથી કેન્દ્ર સરકાર લેબર નિયમોમાં ઘણા મોટા ફેરફારો કરવા જઈ રહી છે. નવા કાયદા અનુસાર કર્મચારીઓના ઇન-હેન્ડ પગારમાં 7 થી 8 ટકાનો ઘટાડો થઇ શકે છે.

પગારમાં ઘટાડો: સરકારી  કર્મચારીઓનાં ઈન હેન્ડ પગારમાં ઘટાડો થશે. જો કે કર્મચારીનો  કુલ પગારના 50 ટકા અથવા વધુ હોવો જોઈએ. આનો અર્થ એ છે કે કુલ પગારમાં વિવિધ ભથ્થાનો હિસ્સો પણ બદલાશે. કેન્દ્ર સરકાર કર્મચારીઓના કામના કલાકો 9 થી વધારીને 12 કરવા જઈ રહી છે. કર્મચારી નાં પગારમાં ઘટાડો થશે પરંતુ પીએફમાં વધારો થશે.

પાન- આધાર લીંકિંગ: સરકારે PAN અને આધાર લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત વધારી છે.  હવે નવી તારીખ 30 સપ્ટેમ્બર છે.  જો 30 સપ્ટેમ્બર સુધી આધાર પાન કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો તમારું PAN બંધ થઈ જશે.  તમે આગળ જતાં ટ્રાન્જેક્શન નહિ કરી શકો જ્યાં પાન નંબર આપવો ફરજિયાત છે, જેમ કે લોન લેવી, ખાતું ખોલવું વગેરે. અને તમારે 1,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે.

Kyc ફરજીયાત: સેબીએ ટ્રેડિંગ એકાઉન્ટ્સ પર કેવાયસી અપડેટ કરવાની નવી સમયમર્યાદા 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. જો kyc અપડેટ ન કરવામાં આવે તો તમારું ટ્રેડિંગ એકાઉન્ટ બંધ થઈ જશે. જેના કારણે તમે લેવડ દેવડ કરી શકશો નહિ.જો તમે પહેલાથી જ શેર લીધેલા છે  તો શેર ટ્રાન્સફર નહિ કરી શકો.

આરબીઆઈની નવી માર્ગદર્શિકા હેઠળ હવે ઓનલાઈન ઓટો ડેબિટ માટે દરેક વખતે ગ્રાહકની મંજૂરી લેવી જરૂરી રહેશે. આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. એટલે કે ગ્રાહકે EMI, મોબાઇલ પેમેન્ટ, SIP પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી આપવી પડશે.  એટલા માટે તમારે બેંકમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે. જો બેંક પાસે તમારો સાચો નંબર નથી તો તમને ઑટો ડેબિટ  માટે OTP નહીં મળે અને તમારા ખાતામાંથી પૈસા કપાશે નહિ. સાથે જ ઓટો ડેબિટ ન કરવા માટે, તમારે દંડ ભરવો પડી શકે છે. જો ચુકવણી 5 હજાર રૂપિયાથી વધુ હોય, તો દર વખતે ગ્રાહકે OTP મોકલવો પડશે.