Predictions of Ambalal Patel: ગુજરાતમાં હાલમાં ગરમી હાઈ લેવલ પર પડી રહી છે. ત્યારે હવે ફરીથી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. જેમાં અંબાલાલે શનિવાર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. જ્યારે રવિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં રવિવારે યલો એલર્ટ કયાં ક્યાં રહેશે તેની વાત કરીએ તોઅમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, તો મહેસાણા, પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ રેડ એલર્ટ રહેશે.
અંબાલાલની આગાહીમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી અને ભાવનગર, બોટાદ તેમજ કચ્છમાં યલો એલર્ટથી ગરમીનું ટોર્ચર લોકોએ સહન કરવું પડશે. બીજી તરફ હીટસ્ટ્રોકના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. રાજ્યના મહાનગરોની હોસ્પિટલો હીટ સ્ટ્રોકના કારણે ઉભરાઈ રહી છે.
ગુજરાતની ગરમી હાલ રેકોર્ડ તોડી રહી છે. તો બીજી તરફ સૂર્ય દેવતા પણ આકાશમાંથી અગનગોળા વરસાવીને જાણે લોકોની અગ્નિપરીક્ષા લઈ રહ્યા છે. ગુજરાતમાં ગરમીનો પારો હવે 45-46 ડિગ્રી જાણે સામાન્ય બની ગયો છે. કેમ કે છેલ્લા 8-10 દિવસથી અલગ અલગ શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યુ છે.
હાલમાં જે પરિસ્થિતિ છે એમાં બપોરના 11 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવું એટલે જાણે મોતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. સરકાર પણ કહી રહી છે કે કામ સિવય ઘરની બહાર નીકળવું નહીં. અંબાલાલની આગાહીમાં વાત કરવામાં આવી છે કે, રાજ્યના મોટા ભાગના શહેરોમાં 2 દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે.