નવેમ્બરમાં પણ રાહત નહીં મળે, માવઠું તમારો વારો પાડી દેશે... અંબાલાલ પટેલની મોટા બદલાવની આગાહી

નવેમ્બરમાં પણ રાહત નહીં મળે, માવઠું તમારો વારો પાડી દેશે... અંબાલાલ પટેલની મોટા બદલાવની આગાહી

હાલમાં ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે અને હજુ પણ કમોસમી વરસાદે લોકોનો પીછો નથી છોડ્યો... ત્યારે હવે નવેમ્બર મહિના માટે અંબાલાલે નવી આગાહી કરી છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવેમ્બરમાં માવઠું પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર બાદ નવેમ્બરમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 7થી 13 નવેમ્બરના બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે. જો સિસ્ટમ વિશાખાપટ્ટનમ થઈને આવે તો ગુજરાતમાં અસર થઈ શકે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલની આગાહીમાં ખાસ વાત કરવામાં આવી છે કે 13 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે અને અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે.

આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થશે તો 13થી 15 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ સાથે જ અંબાલાલે કહ્યું કે એક પછી એક સિસ્ટમના કારણે નવેમ્બર મહિનામાં બેથી ત્રણ માવઠા થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, માવઠાનો માર શિયાળામાં પણ રહેશે. પરંતુ માર્ચ અને એપ્રિલમાં તો કરા સાથે માવઠું થવાની શક્યતા રહેશે. 2027માં ચક્રવાતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ત્યારે આજની નવી આગાહી પછી ખેડૂતોમાં ફરીથી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.