એક તરફ હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ અંબાલાલ પટેલ કંઈક અલગ આગાહી કરતાં જોવા મળી રહ્યા છે
અંબાલાલ કહે છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરી છે. તો સરહદના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 26 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો દાના વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળવાની છે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાં મેઘો બરાબરનો મંડાશે એવી અંબાલાલ પટેલની આગાહી છે
જો કે આ તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સુકૂં રહે તેવી આગાહી કરી છે. આગામી દિવસોમાં લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. હવે સમય જ કહેશે કે અંબાલાલ પટેલ સાચા કે હવામાન વિભાગ સાચુ....