ગુજરાત પર વાવઝોડાનો ખતરો, દિવાળી બગાડશે મેઘરાજા, જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

ગુજરાત પર વાવઝોડાનો ખતરો, દિવાળી બગાડશે મેઘરાજા, જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં ઠંડીની વધતી જતી ગતિ પર બ્રેક લાગી છે અને તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓક્ટોબરથી તાપમાનમાં ઘટાડો શરૂ થશે અને ઠંડીની અસર વધવા લાગશે.

અંબાલાલ પટેલની ઠંડીની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે.

ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. આ બાદ 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.

ઓક્ટોબર મહિનો એટલે વાવાઝોડાનો મહિનો 
હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનાને 'સાયક્લોનનો મહિનો' કહેવામાં આવે છે.

બંગાળની ખાડીમાં આવી ગતિવિધિઓ થતી જોવા મળે છે. 22 થી 23 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક દરિયાઈ ગતિવિધિઓ જોવા મળશે, જેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ઓરિસ્સામાં 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.