ગ્રહોની દ્રષ્ટિની ગુજરાત પર થશે મોટી અસર... 48 કલાક માટે અંબાલાલની ધ્રુજાવી નાખતી આગાહી

ગ્રહોની દ્રષ્ટિની ગુજરાત પર થશે મોટી અસર... 48 કલાક માટે અંબાલાલની ધ્રુજાવી નાખતી આગાહી

અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. તે બાદ તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. અરબ સાગરમાં ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે. આ લો-પ્રેશર હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે. બંગાળની ખાડીના લો-પ્રેશરની અસર થાય તો હાલાકી વધી શકે છે. આવામાં 19-20 ઓક્ટોબરથી અસર થવાની આશંકા છે. જોકે, અરબ સાગરમાં ડિપ્રેશનની દિશા ઓમાન તરફ છે.

આ સાથે જ આજ અને કાલ એમ 48 કલાકની વાત કરવામાં આવે તો 16 અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ બે દિવસમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવવાનું અનુમાન છે. 7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે.

17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ આગાહી કરી દીધી છે.

દિવાળી આસપાસ પણ વાદળવાયુ વાતાવરણ રહેવાની અંબાલાલે આગાહી કરી છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.  અરબ સાગર સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી, હવે તે ડિપ્રેશન બની ચૂકી છે. પરંતુ તે સિસ્ટમ ઓમાન તરફ જઇ રહી છે. હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી.