khissu

આવતી કાલથી બંગાળની ખાડી તોફાની બનશે, જાણો કયા જિલ્લામાં અસર ?

હવામાન ખાતાએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે રાત્રે વરસાદને લઇને આગાહી કરી છે. આજે રાત્રે બનાસકાંઠા, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ, ભાવનગર જિલ્લાના વિસ્ત્સિરમાં સારો એવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત જાણો: બંગાળની ખાડી બની તોફાની, હવે ચોમાસા વિદાય સમયે ભારે વરસાદ આગાહી

પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ ઓછો પડયો છે. જેના લીધે પાકો સુકાઈ રહ્યા છે. ભાદરવા મહિનામાં જે પાકો લેવામાં આવતા એ પાકો હજુ સૂકા છે. જેના લીધે ખેડૂતોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: વેધર વોચ ગ્રુપમાં હવામાન વિભાગની નવી આગાહી, 8,9 અને 10 તારીખમાં ભારે વરસાદ

હવામાન વિભાગના અનુમાન અનુસાર તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી તો 9મીએ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ જ્યારે 10મીએ તાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.