નમસ્કાર ખેડૂતમિત્રો!
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે જોવા મળે છે, ત્યારે હવે ગુજરાતના ખેડૂત ભાઈઓ એક સારા વરસાદના રાઉન્ડની રાહ જોઈને બેઠા છે, તો એવા ખેડૂત ભાઈઓ માટે છે ખુશીના સમાચાર! કે આવતી કાલથી જ ગુજરાતના અમુક વિસ્તારોનાં વાતાવરણમાં પલટો આવશે.
અમેરિકન મોડલ મુજબ જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર જે સિસ્ટમો બની હતી તે સિસ્ટમને ભુલાવી દે તેવી સિસ્ટમ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે તેવું હાલ હાલ અનુમાન છે. બાકી રહેલ સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં બે લો-પ્રેશર સિસ્ટમ તો સક્રિય થવાની એ ફાઇનલ છે અને ત્રીજી લો-પ્રેશર સિસ્ટમ છે એ પણ સક્રિય થઈ શકે છે પરંતુ તેમની શક્યતા હજી વધારે જણાતી નથી. આ લો-પ્રેશર સિસ્ટમને લાગુ ટ્રફ ગુજરાત રાજ્યને અસર કરતા રહેશે, જેમને કારણે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ આવવાની શક્યતા છે.
6 સપ્ટેમ્બરની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને અપર લેવલ પર સર્ક્યુલેશન પણ સર્જાય ગયું છે. જોકે ગુજરાતમાં આ લો પ્રેશર સિસ્ટમની અસર 10 સપ્ટેમ્બર થી શરૂ થાય તેવું જણાય રહ્યું છે. રાઉન્ડ શરૂ થયા પછી 16 સપ્ટેમ્બર સુધી વાતાવરણ બદલાયેલું રહે તેવી શક્યતા છે.
અમેરિકન ગ્લોબલ મોડલ મુજબ 10 તારીખથી લઈને 20 તારીખ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે જશે, જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ lભારે વરસાદની શક્યતા છે. ગુજરાતના દરિયાકાંઠા લાગો વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેશે.
આવનાર દિવસોની અંદર વરસાદનો રાઉન્ડ થોડો લાંબો ચાલે તેવું લાગી રહ્યું છે જેમને કારણે ભાઈઓ પોતાના ખેતી કાર્યોમાં આગોતરું આયોજન કરી શકે છે અને પોતાના જમીન પર પડેલ પાકને નુકસાનીથી પણ બચાવી શકે છે. જોકે હવે વરસાદ વિદાય લેવાની સ્થિતિ છે એટલે આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે પરંતુ છેલ્લા બે વર્ષોથી જે રીતે કમોસમી વરસાદ પડે છે અને ભારે વરસાદ પડે છે તેવી જ સંભાવના આ વર્ષે પણ જણાય રહી છે.