વેધર વોચ ગ્રુપની મળેલી બેઠકમાં મનોરમા મોહંતીએ વરસાદને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે આવનારા પાંચ દિવસસોમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તેમજ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી. જેમાં નવસારી, વલસાડ, અમરેલી, અને સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: અભણ મા: heart touching story
કોલા વેધર મોડેલ પ્રમાણે બંગાળની ખાડીમાં હવાનું પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ 8મી સપ્ટેમ્બરનાં રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, આણંદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
9 સપ્ટેમ્બર નાં રોજ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સપ્ટેમ્બર મહિનામાં પૈસાના નુકસાનથી બચવું હોય તો જાણી લો આ નિયમો
વધુમાં તેને જણાવ્યું હતું કે 10મી સપ્ટેમ્બરના રોજ તાપી, નવસારી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અન્ય કેટલાંક છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.