khissu

આગામી 24 કલાક આ 12 જિલ્લાઓ માટે ખતરનાક, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?

ગુજરાત રાજ્ય પર ભારે વરસાદનો ખતરો હજુ પણ તોળાયેલો છે. રાજ્યમાં 13 તારીખથી લઈને 17 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આગામી 2 દીવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડશે. અમદાવાદમાં પણ 48 કલાકમાં ભારે વરસાદની  શક્યતા છે.

દ્રારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં શરૂ સિઝનનો 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.જેમાં સૌરાષ્ટ્રમા 94 ટકા વરસાદ 12 જુલાઈ સુધીમાં પડી ગયો છે.

આ પણ વાંચો: આજે આટલા જીલ્લામાં મેઘ તાંડવ, લો-પ્રેશર ગુજરાત નજીક, હવામાન આગાહી જાણી લો

મહેસાણા, ગાંધીનગર, દાહોદમાં પણ સારા વરસાદના વર્તારા છે. જો કે ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા 12 જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દ્રારકા, જામનગર, રાજકોટ, મોરબી, છોટાઉદેપર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અતી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે. જેને લઇને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 3 દિવસ બાદ એટલે કે 72 કલાક બાદ વરસાદને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 15 જુલાઇ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

આજે લો-પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થતા અહીંયા પડશે અતિ ભારે વરસાદ

વરાપ ક્યારે નીકળશે ?
ખેડુતોને લઈને હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યુ છે કે 17 જુલાઈ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરાપ નીકળી શકે છે.

આજે નવસારી, ડાંગ, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે  અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.