આજે આટલા જીલ્લામાં મેઘ તાંડવ, લો-પ્રેશર ગુજરાત નજીક, હવામાન આગાહી જાણી લો

ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે 14 જુલાઈના રોજ વલસાડ, નવસારી, ડાંગ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ભાવનગર, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને સુરત જિલ્લામાં ઓરેન્જ જાહેર કર્યું છે. આટલા જિલ્લામાં આજે ભારે વરસાદ  પડવાની આગાહી છે.

15 તારીખે આગાહી? લો-પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થતાં 15 તારીખે અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ. જ્યારે સુરત, તાપી, ભાવનગર અને જુનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે લો-પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થતા અહીંયા પડશે અતિ ભારે વરસાદ

વેધર મોડલ મુજબ ચાર્ટ જોરદાર છે જેમને કારણે ગુજરાતમાં આવનાર 24 કલાક સુધી ભારે વરસાદની શક્યતાઓ છે ત્યાર પછી તડકો નીકળશે અને એક વરાપ જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

આગામી 24 કલાક આ 12 જિલ્લાઓ માટે ખતરનાક, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?