આજે લો-પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થતા અહીંયા પડશે અતિ ભારે વરસાદ

આજે લો-પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થતા અહીંયા પડશે અતિ ભારે વરસાદ

ગઈકાલે વરસાદે નાનો વિરામ લીધો હતો જેમને કારણે ઘણા લોકોને એવું છે કે હવે વરસાદ જતો રહેશે, પરંતુ હજી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ રહેશે કેમ કે બંગાળની ખાડીની લો-પ્રેશર ગુજરાત ઉપરથી જ પસાર થવાની છે. 

ક્યાં વિસ્તારમાં આગાહી? હવે આજે (14 તારીખનાં) દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ખાસ કરી ને પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આગાહી છે. 

આ પણ વાંચો: આજે આટલા જીલ્લામાં મેઘ તાંડવ, લો-પ્રેશર ગુજરાત નજીક, હવામાન આગાહી જાણી લો

સાથે દિવસ દરમ્યાન મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં કડાકા ભડાકા સાથે ઘણા વિસ્તારોમાં સારા વરસાદ ની શક્યતા રહશે.