નમસ્કાર ખેડૂત મિત્રો, હવામાન વિભાગે 17 મેના રોજ એક ઓફિસિયલી નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આવનાર બે થી ત્રણ દિવસમાં દક્ષિણ અંદબાર નિકોબાર અને દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. એટલે કે વર્ષ 201 4 વિધિવત બંગાળની ખાડીમાં આવનાર બે થી ત્રણ દિવસમાં શરૂ થઈ જશે. જોકે ગઈકાલે હવામાન વિભાગે બીજી પણ જાહેરાત કરી હતી કે ભારતના કેરળમાં ચોમાસુ ચાર જુને પહોંચશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ પહેલી મેના રોજ બેસતું હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ મોડું બેસશે.
ચોમાસુ મોડું બેસવાના જવાબદાર પરિબળો
હિંદ મહાસાગરમાં માલદીવથી નીચે હાલમાં એક ફેબિયન બિયન નામનું વિશાળકાય વાવાઝોડું બનેલું છે. જે વાવાઝોડાની ઝડપ 185 કિલોમીટર પ્રતિ કલાકની થઈ અને હાલમાં ધીમે ધીમે નબળી પડી રહી છે. જ્યાં ફેબિયન વાવાઝોડા ઉપર ભેજવાળા પવનો ખેંચાયેલા છે જેમને કારણે ચોમાસું બનવાના પરિબળો ઉપર અસર થઈ રહી છે. જો કે આ ફેબિયન વાવાઝોડું એકથી બે દિવસમાં પૂર્ણ થઈ જશે ત્યાર પછી અંદબાર નિકોબાર ટાપુ ઉપર વર્ષ 2023 નું ચોમાસુ સક્રિય થશે.
દક્ષિણ બંગાળની ખાડીમાં અને અંદબાર નિકોબાર ટાપુ ઉપર ભેજવાળા પવનો, ઘેરાવદાર વાદળો ચોમાસાના પરિબળોને વધારે વેગ આપશે. બંગાળની ખાડીમાં ચોમાસાની પાંખ મજબૂત બનશે ત્યાર પછી ચોમાસુ ધીમે ધીમે આગળ વધશે અને 4 જૂન આજુબાજુ ભારતના કેરળમાં ચોમાસું બેસી જશે. ભારતના કેરળમાં ચોમાસુ બેસે ત્યાર પછી ગુજરાતમાં 10 થી 15 દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે.
ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે?
બંગાળની ખાડીમાં ચોમાસાની પાંખ મજબૂત થાય ત્યાર પછી કેરળમાં ચોમાસુ બેસે છે અને એમની અસરને કારણે અરબી સમુદ્રની અંદર ચોમાસાની પાંખ મજબૂત બનતી હોય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર ચોમાસાના પરિબળ મજબૂત બને ત્યાર પછી કેરળથી 10 થી 15 દિવસમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે.
સામાન્ય રીતે દર વર્ષે એવરેજ 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે જેમાં બે થી ત્રણ ચાર દિવસ એ આગળ પાછળ હોઈ શકે છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં 15 જૂને ચોમાસુ બેસી જતું હોય છે પરંતુ તે પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટી નો વરસાદ તે પેહલા આગળના દિવસોમાં થોડો થોડો ચાલુ થઈ જતો હોય છે.
15 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચે ત્યાર પછી મજબૂત ચોમાસાના પરિબળો હોય તો દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને સંપૂર્ણ દક્ષિણ ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસુ પહોંચી જતું હોય છે. જો ચોમાસાના પરિબળોમાં વચ્ચે ગેપ ન આવે તો 25 થી 27 જૂન સુધીમાં સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ જોવા મળી જતો હોય છે.
વેધર મોડલો મુજબ અરબસાગર એક બે જૂનથી ધીમે ધીમે એક્ટિવ થશે અને ચાર પાંચ જૂન આજુબાજુ વધારે એક્ટિવિટી જોવા મળશે. જોકે અમુક મોડેલો મુજબ પાસ જૂન આજુબાજુ અરબસાગર ની અંદર એક સિસ્ટમ બનશે તેવું પણ જણાય રહ્યું છે અને આ સિસ્ટમએ નાનું વાવાઝોડું બની શકે પરંતુ હાલમાં આ 50 ટકા સંભાવના ગણી શકાય. જો અરબ સાગર ની અંદર કોઈ મજબૂત સિસ્ટમ કહે વાવાઝોડું બનશે તો સંભવિત તારીખો કરતા ગુજરાતના અમુક વિસ્તારોમાં વહેલાં વરસાદ આવી શકે છે પરંતુ હાલમાં આ શક્યતા છે.
છેલ્લા વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2022 માં ચોમાસું શરૂઆતના પાંચ દિવસ સુધી આગળ વધ્યું હતું અને પછી વચ્ચે સાત દિવસનો બ્રેક લીધો હતો અને ત્યાર પછી ફરીથી આગળ વધ્યું હતું આમ આખા ગુજરાતમાં ચોમાસુ પહોંચતા વર્ષ 2022માં પહેલી જુલાઈ સુધીનો સમયગાળો લાગ્યો હતો. જો બંગાળની ખાડીમાં કે અરબ સાગરની અંદર કોઈ વાવાઝોડું બને તો ચોમાસાના પરીબળોને વધારે વેગ મળતો હોય છે અને સંભવિત તારીખ કરતા પણ વધારે વહેલું ચોમાસુ છે પહોંચશે જતું હોય છે.
હવામાન વિભાગ દ્વારા હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે ગુજરાતમાં ચોમાસુ કઈ તારીખે પહોંચશે. પરંતુ હાલમાં એવા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યા છે કે સામાન્ય તારીખ કરતા ચારથી પાંચ દિવસ મોડું ચોમાસું આવશે. ખેડૂતો હવામાન વિભાગની ઓફિસે ની માહિતી જાણી અને ત્યાર પછી જ ખેતીના કામો અને આગોતરુ આયોજન કરે.