khissu

સૌથી મોટી આગાહી: ખેડૂતો માટે ખુશીના સમાચાર, 48 આગાહી કારો દ્રારા વરસાદને લઈને મોટી આગાહી

આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે 28મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગુજરાત માંથી 48 જેટલા આગાહિકરો દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી હતી. સાથે જ વર્ષ દરમીયાન વરસાદ કેવો રહેશે ? તેમજ અતિવૃષ્ટિ અને વાવાઝોડાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી હતી.

48 આગાહી કારો દ્રારા આગાહી કરવામાં આવી છે.આગાહી કારો દ્રારા  પક્ષીઓ, ભડલી વાક્યો, ખગોળ વિજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર, હવામાન શાસ્ત્ર, વૃક્ષોમાં ફૂલ આવવાની પ્રક્રીયા, વિવિધ અવલોકનો નાં આધારે આવનાર ચોમાસુ કેવું રહેશે ? તેને લઈને આગાહી કરવામાં આવી છે.

જો કે આ વર્ષે 12 કે 14 આની વરસાદ થાય તેવો વર્તારો આગાહી કારો દ્રારા આપવામાં આવ્યો છે. સાથે જ 8 જૂનથી ગુજરાતના વિસ્તારોમા શરૂ થવાની પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: વર્ષાવિજ્ઞાન નાં જાણીતા આગાહી કાર અશોકભાઈ પટેલની આગામી 6 થી 10 તારીખ સુધીમાં વરસાદની આગાહી

જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં સર્વત્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે. જુલાઈ મહિનાની મધ્યમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અતિ વૃષ્ટિ એટલેકે ભારે થી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન વાયરું ફૂંકવાની આગાહી કરવામાં આવી છે. ઑક્ટોબર મહિનાનાં ત્રીજા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

નવેમ્બર મહિનાની વાત કરીએ તો ચોમાસુ પૂરું થતાં પણ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠા પડશે. તેવી આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભીમ અગિયારસનાં દિવસે શું વાવણી લાયક વરસાદ થશે? જાણો શું કહ્યું અંબાલાલ પટેલે

આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેશે, કોઈ જગ્યાએ વધુ તો કોઈ જગ્યાએ ઓછો વરસાદ થશે તેવી પણ આગાહિકારો દ્વારા આગાહી કરવામાં આવી છે.

દરિયા કાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. ખેડૂતો ને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે કપાસ, મગફળી, તુવેર, અને એરંડાનો પાક સારો થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ શિયાળુ પાક પણ સારો થવાની આગાહી કરવામાં આવી છે.