khissu

ભીમ અગિયારસનાં દિવસે શું વાવણી લાયક વરસાદ થશે? જાણો શું કહ્યું અંબાલાલ પટેલે

ગુજરાતનાં વિસ્તારોમા 8 તારીખથી વરસાદ શરૂ થવાની આગાહી છે. 8 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 9 તારીખે પણ રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા પડશે.

જ્યારે 10 તારીખે ભીમ અગિયારસ છે તે દીવસે વાવણી થશે કે નહિ તેના વિશે વાત કરીએ તો 10 તારીખે સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લાઓ જેમ કે ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને બોટાદમાં સારા વરસાદી ઝાપટા વરસવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ ભીમ અગિયારસ નાં દિવસે વરસી શકે છે. પરંતુ હાલમાં મોડેલ પ્રમાણે ભીમ અગિયારસનાં દિવસે વાવણી  લાયક વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી.

વાવણીને લઈને વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં 14 તારીખથી ભારે વરસાદ શરૂ થશે. 14 અને 25 તારીખની આસપાસ ગુજરાતના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક ભારે વરસાદ પણ વરસી શકે.

જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે રાજ્યમાં 10 જૂનથી પ્રિ મોન્સુન એક્ટિવિટીનાં ભાગ રૂપે વરસાદી ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 જૂનથી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.