જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે કે 6 જૂનથી ગુજરાતમાં ઉપલા લેવલની અસ્થિરતા વધશે. જ્યારે 7મી જૂને ઉપલા લેવલનાં વાદળો જોવા મળશે. તેમજ 8મી જુન સુધીમાં વાદળો નીચા લેવલે આવશે.
આ પણ વાંચો: હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલની બે મોટી આગાહી
10 તારીખ સુધીમાં ગુજરાતના એકઆદ બે દિવસ અમુક ભાગોમાં પ્રિ મોન્સુન એક્ટીવિટીનાં ભાગ રૂપે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમા 10 તારીખે વરસાદ વરસી શકે.
આ પણ વાંચો: ભીમ અગિયારસનાં દિવસે શું વાવણી લાયક વરસાદ થશે? જાણો શું કહ્યું અંબાલાલ પટેલે
ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજયનાં વિસ્તારોમા 8 તારીખથી વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમા વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જૂને ભીમ અગિયારસ છે. જેથી તે દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. જો કે હવામાન મોડેલ પ્રમાણે હાલમાં વાવણી લાયક વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી.