khissu

મોડલોએ માર્યું યુ ટર્ન, સિસ્ટમનું ચિત્ર બદલાયું

બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે. ગાઇકલે ગુજરાતમાં ઘણી જગ્યાએ ધીમે ધીમે વરસાદ શરૂ રહ્યો હતો. આજે પણ દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોના ભારે વરસાદ પણ પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ની વાત કરીએ તો 14 તારીખની વહેલી સવારે ગુજરાતમાં પ્રવેશ કરશે.

હવામાન વિભાગ રાતોરાત બદલાયુ; હવે આટલાં જીલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ: અતિભારે વરસાદ આગાહી 

ગ્લોબલ મોડેલ મુજબ આ સિસ્ટમ દક્ષિણ કોસ્ટલ દરિયાકિનારા આજુબાજુથી પસાર થશે. જ્યારે યુરોપિયન મોડેલ દક્ષિણમાં ટ્રેક દર્શાવી રહ્યું છે. જો મોડેલ પ્રમાણે સિસ્ટમ ગુજરાતના દક્ષિણ ભાગમાંથી પસાર થશે તો મોટાભાગનો વરસાદ દરિયામાં નોંધાશે.

જો આવું બનશે તો ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ નો રાઉન્ડ આવશે.

આગળનાં 4 દિવસ સાવધાન: હવામાન વિભાગે પણ આપી ચેતવાની, અતિ ભારે વરસાદ આગાહી; જાણો જિલ્લા લિસ્ટ