khissu

આગળનાં 4 દિવસ સાવધાન: હવામાન વિભાગે પણ આપી ચેતવાની, અતિ ભારે વરસાદ આગાહી; જાણો જિલ્લા લિસ્ટ

મિત્ર છેલ્લે આગાહીમાં જણાવ્યું હતું તેવી જ રીતે વેધરના ચાર્ટ ખૂબ જ જબરદસ્ત છે જેમને કારણે આવનાર દિવસોમાં વરસાદના આંકડામાં મોટો વધારો થશે.

Gsf મોડેલ મુજબ નવી આગાહી શું છે? 14 જુલાઈએ દ્વારકાના દરિયામાં લો-પ્રેશર બનવાના એંધાણ જણાઈ રહ્યા છે. જેમને કારણે 13, 14, 15 અને 16 જુલાઈએ સમગ્ર રાજ્યમાં મેઘરાજા ફરીથી ડેમોને છલકાવશે. આ ચાર દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે, જોકે આવતીકાલથી વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થતો જશે. 

હવામાન વિભાગ રાતોરાત બદલાયુ; હવે આટલાં જીલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ: અતિભારે વરસાદ આગાહી

આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે આગાહી?
આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્વિમ સૌરાષ્ટ્ર, પશ્વિમ કચ્છનાં જીલ્લામાં અતિ ભારે વરસાદ ની આગાહી છે. જ્યારે બીજા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતનાં 30 જેટલા વિસ્તારોમાં 4 ઇંચ થી વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ 13 અને 14 તારીખે નોંધાશે એટલે એ દિવસોમાં સાવધાન રહેવું.

હવામાન ખાતા દ્વારા તા.11 થી 12 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ)ની આગાહી કરવામાં આવી છે.

11 તારીખે સુરત, ડાંગ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે અમરેલી ભાવનગર સુરત તાપીમાં ઓરેન્જ એલર્ટ.
12 તારીખે નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, તાપી, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ 

આગામી ત્રણ દિવસ ગુજરાત માથે સંકટ: જાણો કયા બનશે મજબૂત સિસ્ટમ?

13 જુલાઈનાં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે રાજકોટ, અમરેલી, બોટાદ, ભરૂચ, તાપી જિલ્લાના ઓરેન્જ એલર્ટ 
14 તારીખે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જ્યારે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.