આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? ભડલી વાક્યો, આકાશી ગર્ભ અને નક્ષત્રો પરથી 50 આગાહી કારોએ કરી આગાહી

આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? ભડલી વાક્યો, આકાશી ગર્ભ અને નક્ષત્રો પરથી 50 આગાહી કારોએ કરી આગાહી

આગામી ચોમાસાને લઈ સૌકોઈ મૂંઝવણમાં છે. આ વર્ષે વરસાદ કેટલો થશે, જેનો વરતારો આપવા કરવા ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાનમંડળની બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં આગાહીકારોએ પોતાની કોઠાસૂઝ અને વિજ્ઞાન પદ્ધતિને આધારે વરસાદની શક્યતા દર્શાવી હતી, જેમાં આ વર્ષનું ચોમાસું લાંબું અને બારથી ચૌદ આની વર્ષ રહેવાનું જણાવ્યું હતું.

આપણે ત્યાં ખાસ કરીને ખેડૂતો અને કૃષિને લગતાં વ્યવસાયીકો ચોમાસાની રૂખ જાણવા માટે આતુર હોય છે. આપણી આર્થિક તાકાતના કેન્દ્રમાં કૃષિ વ્યવસાય છે. ચોમાસું વરસાદની પેટર્ન સાનુકૂળ હોય તો પીવા વાપરવા  સહિત સિંચાઇ પાણીની પુરતી ઉપલબ્ધીને કારણે દરેક વ્યવસાયમાં રોનક છવાઇ જતી હોય છે.

12થી 14 આની વરસાદ વરસવાની શક્યતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા આગાહીકારો વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ઠા, અખાત્રીજનો પવન હોળીની ઝાડ ટિટોડીનાં ઈંડાં, આંબા લીંબોડી લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ પરથી વરસાદનું હનુમાન લગાવતા હોય છે. આ વર્ષે આકાશમાં જે ગર્ભ બંધાઈ છે, એને લઈને પણ કોઠાસૂઝ મુજબ આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી હતી, જેમાં વર્ષે 12થી 14 આની વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ વર્ષનું લાંબું રહેશે એવું પણ કહેવામાં આવ્યું છે

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

અલગ અલગ પદ્ધતિથી કરાય છે આગાહી 35 વર્ષથી આગાહીકાર મોહનભાઈ દલસાણિયાએ જણાવ્યું હતું કે હું આ વરસાદ મંડળમાં પહેલેથી જ જોડાયેલો છું. મારા વડવાઓ મને કહેતા કે આંબામાં મોર આવ્યા હોય એના પરથી વરસાદ કેવો થશે એ નક્કી કરી શકાય છે. આજે કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષામંડળની બેઠક યોજાય છે અને ગુજરાતભરના આગાહીકારો અહીં વરસાદનો વરતારો આપવા માટે આવે છે. ગુજરાતભરમાંથી આવતા આગાહીકારો દરિયાની ભડલી વાક્ય, જ્યોતિષ, પક્ષીની ચેષ્ઠા, વનસ્પતિ આકાશી ગર્ભ અને ભડલી વાક્યો, નક્ષત્રો પરથી જુદી જુદી રીતે વરસાદનો વરતારો કરતા હોય છે. વર્ષમાં એકવાર કૃષિ યુનિવર્સિટી ખાતે સૌ આગાહીકારો એકઠા થાય છે અને અલગ અલગ પદ્ધતિથી પોતાની કોઠાસૂઝથી વરસાદની આગાહી કરતા હોય છે.

આ પ્રમાણે મળે છે વરસાદના સંકેત આ વર્ષે વરસાદની આગાહી આકાશમાં ગર્ભ કેવા બંધાય છે? જંગલમાં આ વર્ષે વનસ્પતિ કેવી હતી? જેમાં જંગલમાં ઊગેલા કેરડા બોરડી લીમડા જે કુદરતી રીતે ઊગતા હોય છે, કારણ કે જંગલમાં તેને કોઈ પાણી પૂરું પાડતું નથી અને આ કુદરતી રીતે ઊગેલા ઝાડ વરસાદના સંકેતો આપે છે. આ વર્ષે બોરડીમાં બોરનો, લીંબડીમાં લીંબોળી ખૂબ આવી હતી, જેને કારણે વરસાદ વધુ થવાની શક્યતા છે તેમજ કારતક મહિનાની અગિયારસ પછી આકાશમાં જે ગર્ભ બંધાઈ છે એની નોંધ કરવામાં આવે છે. આ ગર્ભ 195 દિવસે વરસાદ રૂપે નીચે આવે છે અને જેનો ગર્ભ બંધાય તેનો જન્મ થાય છે. કુદરતી નિયમ પ્રમાણે પશુ-પક્ષીમાં પણ આ જ ગર્ભધારણ પ્રક્રિયા હોય છે.

જેઠથી આસો સુધી વરસાદ વરસશે
છેલ્લાં 40 વર્ષથી આગાહી કરતા કવલકા ગામના આગાહીકાર ભીમાભાઇ આડેદરાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક અસરો જે ફળઝાડ ઉપર થાય છે તેમજ પક્ષીઓની બોલી, ઝાડ પર ફૂલ ફળ કેવાં આવે છે, એના પરથી આ વરતારો કરવામાં આવે છે. હું છેલ્લાં 10થી 15 વર્ષથી અહીં આવું છું. આમ તો હું છેલ્લાં 40 વર્ષથી વરસાદનું અનુમાન કરું છું. અહીં કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લાં દસ વર્ષથી મને બોલાવવામાં આવે છે. આ વર્ષની 2024ની વર્ષાઋતુનું એવું અનુમાન છે કે આ વર્ષે વરસાદ ખૂબ રહેશે. જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદ સારો વરસશે કેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

હાજર રહેલા આગાહીકાર માંથી મોટાભાગનાનો એક સુર હતો કે આ વર્ષનું ચોમાસું ૬ મહિના જેટલું લંબાઇ શકે છે. આ વર્ષનું ચોમાસું જૂન થી શરૂ થઇ, તે છેક ઓક્ટોમ્બર સુધી ચાલશે. નવરાત્રીમાં પણ ભારે વરસાદ પડવાનાં યોગ છે.

જુના આગાહીકાર વંથલીનાં રમણિકભાઇ વામજાએ કહ્યું હતું કે આ વખતનું ચોમાસું વરસાદ બાબતે ખેડૂતો માટે  લાભકારી છે. ૧૫, જૂનથી વાવણી લાયક વરસાદ શરૂ  થઇ જશે. મગફળી, ચણા, ઘઉં, મરચાં જેવી લાલ જણસીનું ઉત્પાદન વધશે, આ વખતે તીડનું આક્રમણ 
પણ થવાની શક્યતા છે. ટુકમાં કહીએ તો આ વર્ષ  ખેડૂતોનું છે.