નદી નાળા છલકાશે, જયપ્રકાશ માઢકે કરી નવી આગાહી, જાણો વાવણી ક્યારે કરવી ? આ રહી નવી આગાહી

નદી નાળા છલકાશે, જયપ્રકાશ માઢકે કરી નવી આગાહી, જાણો વાવણી ક્યારે કરવી ? આ રહી નવી આગાહી

અમરેલીનાં લિલીયામોટાનાં અગ્રણી જ્યોતિષ જયપ્રકાશ માઢકે જણાવ્યં હતું કે આ વર્ષમાં ચોમાસામાં સૂર્ય મંગળથી આગળ ચાલે છે તેથી ચોમાસુ સારુ રહેશે. ભરપૂર વરસાદથી નદી નાળા છલકાય જશે. સર્વત્ર શ્રીકાર વરસાદ થાય તેવું લાગેછે. કેરલમાં ચોમાસુ બેસી ગયુછે.

ગુજરાતમાં 15 જૂન થી 19 જૂન વચ્ચે ચોમાસુપ્રવેશ કરે અને 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને આવરી લે એવુ બને. હવે એક બે દિવસમાં વાદળોની વૃધ્ધિ જોવા મળશે.

હવે પ્રીમોન્સુન એક્ટીવીટી શરુ થશે. ૭મી જૂનથી મૃગશીર્ષ નક્ષત્ર શરુ થશે. એમાં પવનનુજોર રહે તેવી સંભાવનાં છે. આ નક્ષત્રનું વાહન શિયાળ છે અને સંયોગિયુનક્ષત્ર છે. બુધ શુક્ર અને ગુરુ વૃષભ રાશિમાં સાથે હોવાથી મૃગશીર્ષ નક્ષત્રમાં દક્ષિણ ભારતમાંસારો વરસાદ જોવા મળશે તેવી ધારણાં છે.

જો કે મિત્રો રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે. આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.

ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે.

અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે.

અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.