khissu

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય: હવે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ચાલવી શકશો કોઈપણ વાહન, બસ કરવું પડશે એક નાનું કામ

નમસ્કાર ગુજરાત!
ઘણી વાર તમે ઉતાવળમાં બાઈક અથવા કાર લઈને ઘરેથી નીકળો છો ત્યારે તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે ભૂલી જતા હોવ છો અને ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ કે તેવા જ દિવસે ટ્રાફિક પોલીસ ભટકાઈ જાય છે અને એવા કિસ્સામાં પોલીસ તમને અટકાવી અને દંડ ફટકારે છે,તમારું ચલાન કાપે છે, પરંતું હવે મોદી સરકારના નવા નિર્ણય મુજબ પોલીસ તમારું ચલણ કાપી શકશે નહીં.

ખુશ-ખબર આપતો નિર્ણય: જો હવે તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે ભૂલી જાવ છો, અને ડ્રાઇવિંગ કરતી વખતે તમારી તપાસ કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપી શકશે નહીં. ચલણ નહીં કાપવા માટે સરકારે એક નવો વિકલ્પ પણ બહાર પાડ્યો છે ડીજીલોકર (DiJi Lockar App)

આ પણ વાંચો: કામની વાત / શું તમારા વાહનનો મેમો ફાટ્યો છે? તો કંઇ પણ જવાની જરૂર નથી. ઘર બેઠા ભરી શકો છો ચલણ

DiJi Lockar App: ડીજી લોકર એપ્લિકેશનના માધ્યમથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સની ફિઝિકલ કોપી રાખ્યા વિના ટ્રાફિક ચલણથી બચી શકો છો. ડીજી લોકર એપ માટે ફક્ત તમારે એક સ્માર્ટફોન ની જરૂર પડશે. સ્માર્ટફોનમાં તમારે ડીજી લોકર એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાની છે. આ એપ્લિકેશનમાં તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અપલોડ કરી વેરીફાઈ કરાવવાનું છે. ડ્રાઇવિંગ લાઇસન્સનો ફોટો પાડી કરી, સ્કેન કરી તમારે અપલોડ કરવાનો રહેશે. 

વેરિફિકેશન થઈ ગયા બાદ જ્યારે પણ ટ્રાફિક પોલીસ તમને પકડે છે અને તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો, તમે ડીજી લોકર એપ્લીકેશનમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવી શકશો. જે ડ્રાઇવિંગ લાઇસન્સને માન્ય ગણવામાં આવશે અને સલાણ પણ કાપવામાં નહી આવે.

આ પણ વાંચો: કામના 8 નિર્ણયો / રેશનકાર્ડ, RTO ડ્રાઇવિંગ લાઇસન્સ, મફત અનાજ, સીમ કાર્ડ, વાહન નિયમો વગેરે....

આપને જણાવી દઇએ કે સરકાર માન્ય ડીજી લોકર એપ્લીકેશન છે. આ એપ્લિકેશનમાં તમે સ્કેન કરીને બીજા સરકારી દસ્તાવેજો પણ સુરક્ષિત રાખી શકો છો. આ એપ્લિકેશનમાં તમે આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો, મતદાર આઇડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન સંબંધિત દસ્તાવેજો રાખી શકો છો. DiJi locakar Application download કરવાની Link અહી છે. ક્લિક કરો.

મિત્રો, ગુજરાત દિવસેને-દિવસે સ્માર્ટ બનતું જાય છે અને કેટલીક જટિલ સમસ્યાનો ઉકેલ સ્માર્ટ ટેકનોલોજીથી થઈ રહ્યો છે. ગુજરાતના ઘણા બધા એવા સ્માર્ટફોન યુઝર છે કે જેમને આ માહિતીની જાણકારી નથી તો તેવા લોકો સુધી આ માહિતી પહોંચાડવી પણ એક દેશ પ્રેમ જ છે. કેમ કે ચલણ અશિક્ષિત, ગામડાંના, અને જવાબદારી ભર મધ્યમવર્ગના લોકોનું વધારે કપાસ હોય છે. તો તેમનાં માટે આ માહિતી ખૂબજ ઉપયોગી સાબિત થશે. એટલા માટે આ માહિતીને તમારા ફેસબુક ગ્રુપ, what's Up ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ માં તમારે શેર કરવી જોઈએ.
- આભાર Team Rakhdel

આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો