khissu.com@gmail.com

Top Stories
khissu

બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

નમસ્કાર મિત્રો, શું તમે BOBનાં ખાતા ધારક છો? તો Bank of Baroda(BoB)એ પોતાના ગ્રાહકો, નાની ઉમરના વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો માટે 22 માર્ચ, 2022થી રૂ.2 કરોડથી ઓછી રકમ માટે વિવિધ મુદત પર ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. એટલે કે બેંક ઓફ બરોડાએ FD વ્યાજ દરોમાં સુધારો કર્યો: આ નવીનતમ દરોથી લાખો ગ્રાહક ને ફાયદો થશે. 

જાણીએ બેંક ઓફ બરોડાની વેબસાઇટ અનુસાર, કેટલા વ્યાજ દરો છે?
બેંકે 7 દિવસથી 10 વર્ષ સુધીની શરતો સાથે રૂ.2 કરોડથી ઓછી FD પરના વ્યાજ દરમાં સુધારો કર્યો છે. BOB 7 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 2.80 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જયારે બેંક 46 દિવસથી 180 દિવસ અને 181 દિવસથી 270 દિવસની પાકતી મુદત માટે અનુક્રમે 3.7 ટકા અને 4.30 ટકાના વ્યાજ દરો ઓફર કરે છે. 271 દિવસ કે તેથી વધુ પરંતુ એક વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર તે 4.4 ટકા વ્યાજ આપે છે.

એક વર્ષથી 400 દિવસ સુધીમાં 5.20 વ્યાજદર આપે છે. જ્યારે 400 દિવસથી 2 કે 3 વર્ષ પર પણ 5.20 ટકા જ આપે છે. જ્યારે 3થી 10 વર્ષ સુધીની FD પર 5.35 ટકા આપે છે. આ દરેક દરોમાં સિનિયર સિટીઝનને ઓછું વ્યાજ મળશે. જે નોર્મલ વ્યાજ દર છે તેમાંથી 0.50 બાદ કરી દેવાનું તેટલું ઓછું વ્યાજ મળશે.