khissu

ચોમાસાના ઈતિહાસમાં નવા એંધાણ: ટિટોડીનાં ૬ ઈંડાંએ આપ્યાં નવાં ચોંકાવનારા સંકેતો, જાણી લો

ગુજરાતમાં પહેલી વખત ટિટોડીએ 6 ઈંડાં મૂકતાંની સાથે નવીનતા સર્જાય છે. ટિટોડી ઈંડા મુકે તેમનાં પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. જોકે આ વર્ષે પણ ગુજરાતમાં ઈંડાં પરથી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ અનુમાન જોવા મળી રહ્યા છે.

  • જો ટિટોડી 2 ઈંડાં મૂકે તો મધ્યમ વરસાદ પડે
  • જો ચાર ઈંડા મૂકે તો ચોમાસુ સારુ રહે
  • 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ નું અનુમાન લગાવવામાં આવે છે. 
  • 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના ગુજરાતમાં

આપણી જૂની લોકવાયકા મુજબ ટીટોડી ઈંડા મૂકે તેમના પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. જો બે ઇંડા મૂકે તો મધ્યમ વરસાદ થતો હોય છે, ચાર ઈંડા મૂકે તો સામાન્ય વરસાદ થતો હોય છે અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ થતી હોય છે. 

આ પણ વાંચો: આજે ચોમાસું બેસી જશે, ગુજરાતમાં ક્યારે? અંબાલાલ પટેલ દ્વારા 6 આગાહી

પહેલી ઘટના ગુજરાતના સુરતમાં 
ગુજરાતના સુરતના ઓલપાડ વિસ્તારમાં ટીટોડીએ 6 ઈંડા મૂક્યા છે. ઓલપાડના અસનાદ ગામ ખાતે નિલેષભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ 6 ઈંડા મૂક્યા છે. ઈંડા મુકવાની સાથે છે નવું કુતૂહલ સર્જાયું છે. 

ઈંડા પરથી શું તારણ કાઢવામાં આવે છે?
નિષ્ણાંતો કહે છે કે ટીટોડીના ઇંડા પરથી કેટલાં મહિના કેવો વરસાદ પડશે તેમનું અનુમાન લગાવાતુ હોય છે. ટીટોડી એક ઈંડું મૂકે તો એક મહિનો સારો વરસાદ થાય તેવું માનવામાં આવે, ચાર ઈંડા મૂકે તો ચાર મહિના એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થાય તેવું અનુમાન. પરંતુ છ ઈંડા મુકે તો છ મહિના સુધી ચોમાસું લંબાઈ તેવું મનાય છે એટલે કે ટીટોડીના 6 ઇંડા સારા સંકેત આપે છે.

આ પણ વાંચો: ચોમાસું 2022નાં નક્ષત્રો: જાણો આ વર્ષે ક્યાં નક્ષત્રમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ? વાવણી કેવી? શું છે અનુમાન?

આજે અંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયુ છે.
આજે 15 મે છે અને હવામાન વિભાગની Official વેબસાઇટ વેબસાઈટ મુજબ ભારતની જમીન પર ચોમાસું બેસી ગયુ છે. હવે આવનાર ચારથી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ જશે. ત્યારબાદ ૧૦ થી ૧૫ દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઇ જશે.

આ પણ વાંચો: Gujrat weather update: કાળાભાઈ ભુરાભાઈની આગાહી, ગુજરાતમાં મુશળધાર વરસાદ, વાવાઝોડું જાણો શું કરી આગાહી