ભારતીય કૅલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેમની માહિતી પણ મળતી હોય છે. આજે જાણીશું કે 2022માં કેટલાં નક્ષત્રો કેટલો વરસાદ આપશે.
1) સૌથી પહેલું મૃગશીર્ષ નક્ષત્ર: 08/06/2022 અને બુધવારે બેસશે. આ નક્ષત્રમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે. આ નક્ષત્રમાં વરસાદ નહિવત્ અને ગરમીનું પ્રમાણ વધારે હોય છે.
2) ત્યાર બાદ આર્દ્રા નક્ષત્ર: આદ્રા નક્ષત્રની શરૂઆત 22/06/2022 અને બુધવારથી શરૂ થશે, આ નક્ષત્રનું વાહન ઘેટું છે. આ નક્ષત્રથી વરસાદની શરૂઆત થતી હોય છે. સામાન્ય-મધ્યમ અથવા વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે.
3) પુનર્વસુ નક્ષત્ર: પુનર્વસુ નક્ષત્ર 06/07/2022 અને બુધવારથી ચાલુ થશે, વરસાદી માહોલ યથાવત રહે છે. મધ્યમ વરસાદ પડતો હોય છે.
4) પુષ્ય નક્ષત્ર: પુષ્ય નક્ષત્રનું વાહન શિયાળ છે. તે 22/07/2022 અને બુધવારથી ચાલુ થશે. પવન સાથે મધ્યમ વરસાદ પડતો હોય છે.
આ પણ વાચો: 2022નાં ચોમાસાની સૌથી મોટી હવામાન વિભાગ દ્વારા આગાહી / જાણો દુષ્કાળ પડશે કે સારો વરસાદ?
5) આશ્લેષા નક્ષત્ર: આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે. વરસાદ સારો પડતો હોય છે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.
6) મઘા: મઘા નક્ષત્રના વરસાદથી પાણીની સમસ્યા દૂર થતી હોય છે. આ નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન ગણવામાં આવે છે. 17/08/2022 અને બુધવારથી નક્ષત્ર ચાલુ થશે. વાહન ઘોડો છે. સારો વરસાદ પડતો હોય છે.
7) પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર: 30/08/2022 અને મંગળવારથી સૂર્યનો ફાલ્ગુની નક્ષત્રમાં પ્રારંભ થશે વાહન ઘેટું છે. પવનનું જોર વધારે હોય છે. સારો વરસાદ પડે.
8) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: 13/09/2022 અને મંગળવારથી શરૂ. વાહન ગર્દભ, મેઘ ગર્જના સાથે વરસાદ તૂટી પડે.
આ પણ વાચો: Pm kishan yojna 2022નો 11મો હપ્તો મેળવવાં આટલું ફરજીયાત, જાણી લો 4 મોટી માહિતી…
9) હસ્ત: હાથી નક્ષત્ર 27/09/2022, મંગળવારથી શરૂ થશે. છૂટો છવાયો તોફાની વરસાદ પડતો હોય છે. વાહન શિયાળ છે.
10) ચિત્રા: ચિત્રાને ઘેલી ચિત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વરસાદ પડે તો નદી નાળા છલકાઈ જાય છે. અને સારો વરસાદ પડે. 2022 માં 10/10/2022 અને સોમવારથી શરૂ થશે.
11) સ્વાતિ નક્ષત્ર: વરસાદનું છેલ્લું નક્ષત્ર પણ કહી શકાય. વરસાદ મધ્યમ રહે. 24/10/2022થી શરૂ થશે.
એકંદરે આ વર્ષે મધ્યમ સારો વરસાદ પડે તેવું અનુમાન દરેક નક્ષત્રમાં લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે સતત ચોથા વર્ષે સામાન્યથી સારું ચોમાસું રહેશે. જ્યારે ખાનગી સંસ્થા Skymete કહ્યું છે કે સામાન્ય થી ઓછો વરસાદ પડશે. પરંતુ છેલ્લો નિર્ણય તો કુદરતી પરિબળ પર જ હોય છે.
Skymet ખાનગી સંસ્થા ના અનુમાન મુજબ 4 મહિનાના ચોમાસામાં પહેલા મહિને સારો વરસાદ પડશે. એટલે કે વાવણી સારી થશે. ત્યાર બાદ છેલ્લાં બે મહિનામાં ઓછો વરસાદ પડે અને પાણીની ઘટ નોંધાઈ તેવી પણ સંભાવના જણાવી છે. જોકે એકંદરે 96-104% સારો વરસાદ પડે તેવું અનુમાન છે.