khissu.com@gmail.com

Top Stories
khissu

આજે ચોમાસું બેસી જશે, ગુજરાતમાં ક્યારે? અંબાલાલ પટેલ દ્વારા 6 આગાહી

1) હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં 2022નાં વરસાદને લઇ આગાહી કરી છે.

2) આગાહી પ્રમાણે રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે.

આ પણ વાંચો: ગુજરાત/ સામાન્ય વાવણીની તારીખો લખી લો; વાવાઝોડું આવશે? હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું?

3) વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળશે. 

4) ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહેશે.

5) 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.

6) જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Gujrat weather update: કાળાભાઈ ભુરાભાઈની આગાહી, ગુજરાતમાં મુશળધાર વરસાદ, વાવાઝોડું જાણો શું કરી આગાહી

આ પણ વાંચો: ચોમાસું 2022નાં નક્ષત્રો: જાણો આ વર્ષે ક્યાં નક્ષત્રમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ? વાવણી કેવી? શું છે અનુમાન?

હવામાન વિભાગ: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે, 15 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ ગલ્ફ સુધી પહોંચી ગયું છે, ત્યાર બાદ ગુજરાતમાં 10 જૂન આજુબાજુ પહોંચી શકે છે. દર વર્ષેની સાપેક્ષમાં 5-7 દિવસ ચોમાસું વહેલું બેસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

દર વર્ષે કરતા ચોમાસું વહેલું બેસી જશે તો ભીમ અગિયારસમાં વાવણી લાયક વરસાદ નોંધાય જશે, જોકે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં આગાહી કરી દેવામાં આવી છે કે ધાર્યા કરતાં વહેલું ચોમાસું આવી જશે. આજે અંદબાર - નિકોબાર ચોમાસું બેસી જશે ત્યાર બાદ કેરળમાં અને પછી ગુજરાતમાં ચોમાસું આવી જશે. 

આ પણ વાંચો: ચોમાસાના ઈતિહાસમાં નવા એંધાણ: ટિટોડીનાં ૬ ઈંડાંએ આપ્યાં નવાં ચોંકાવનારા સંકેતો, જાણી લો

આજે ચોમાસાના શ્રીગણેશ થઇ ગયા છે. હવામાન વિભાગે આંદમાન નિકોબાર ટાપુઓ (રાજધાની પોર્ટબ્લેર સહિત), આંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી આજે ચોમાસુ પહોંચી ગયાની આધિકારીક જાહેરાત કરી દીધી છે, અહીં ચોમાસુ બેસવાની નોર્મલ તારીખ 22 મે છે, ચોમાસું તેની નોર્મલ તારીખ કરતા 6 દિવસ વહેલું પહોંચી ગયું છે.