khissu

ફરી નવો વરસાદ રાઉંડ/ જાણો કઈ તારીખે? ક્યાં ક્યાં વિસ્તારોમાં? કેટલો?

જૂન મહિનામાં પડેલ વરસાદની ઘટ જુલાઈ મહિનામાં પૂર્ણ થય હતી, જુલાઈ મહિનામાં 52% થી વધારે વરસાદ નોંધાયો છે. તેમ છતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારા વરસાદ અને પાણીની અછત નોંધાય છે, ત્યારે ફરી એક વખત ત્યાંના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી જણાઈ રહી છે. ગુજરાતમાં 17 તારીખ પછી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જણાઈ રહ્યો છે. જોકે હવે ફરી એક નવો વરસાદનો રાઉન્ડ સામાન્ય સિસ્ટમને અસરને કારણે જોવા મળશે.

આગોતરી આગાહી શું કહે છે? Wether મોડેલ મુજબ 25થી 27 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો ફરીથી નવો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડમાં ઉત્તર કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનનાં વિસ્તારો વરસાદ વધારે તરબોળ થશે તેવું હાલ પ્રારંભિક અનુમાન છે.

આ પણ વાંચો: 31 જુલાઈ પહેલા પતાવી લો આ 3 કામ

જિલ્લા મુજબ માહિતી:- સંપૂર્ણ કચ્છ જિલ્લો જેમાં બનાસકાંઠા લાગુ વિસ્તાર કચ્છમાં વધારે, બનાસકાંઠા સાબરકાંઠા, પાટણ મહેસાણા, મોરબી લાગુ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી છે. જ્યારે એમને લાગુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા ગણવી. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સામાન્ય હળવા ઝાપટા નોંધાશે ભારે વરસાદની શક્યતા નથી.

ગુજરાતમાં છેલ્લે જે વરસાદ રાઉન્ડ નોંધાયો છે તેમાં ઉત્તર ગુજરાતમાં ઓછો (9 ઇંચ) વરસાદ પડ્યો છે અને ત્યાં સારા વરસાદની જરૂર છે. ત્યાં જ ફરી સારા વરસાદની આગાહી જણાઈ રહી છે. ગુજરાતનાં ભાગોમાં 22-23 તારીખે સામાન્ય હળવા ઝાપટાં જ જોવા મળશે. કોઈ ભારે વરસાદ ની આગાહી જણાતી નથી. 

આ પણ વાંચો: આજે ક્યાં જિલ્લામાં પડશે ભારે વરસાદ? જાણો તમારો જિલ્લો તો નથી ને?