khissu.com@gmail.com

khissu

આજે ક્યાં જિલ્લામાં પડશે ભારે વરસાદ? જાણો તમારો જિલ્લો તો નથી ને ?

મિત્રો આજથી પુષ્ય નક્ષત્રની શરુઆત થઈ ગઈ છે. ત્યારે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાનાં વિસ્તારોના હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

આજે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, આ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. જ્યારે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લાનાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.

મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ, આણંદ ખેડા અને વડોદરા. આ જિલ્લાના કોઈક છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહીસાગર અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં આજે રાજકોટ, જામનગર, ભાવનગર, અને બોટાદ આ જીલ્લાનાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે ઝાપટાં વરસવાની શક્યતા છે.  પણ આજે કોઈક સ્થળે ઝાપટાં થી લઈને હળવો વરસાદ પડી શકે છે. આજે રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની કોઈ જ શકયતા નથી. જો કે આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.