khissu

આજથી 3 દિવસ ધોધમાર ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં?

ગુજરાતના ખેડૂતો માટે છે ખુશખબર! આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં જોવા મળશે કડાકા-ભડાકા સાથે વરસાદનો રાઉન્ડ. આજે 11 જૂનની વહેલી સવારથી જ વાતાવરણની અંદર અચાનક પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેમનું કારણ હાલમાં અરબી સમુદ્રમાં બનેલી UAC છે.

આવનાર 3 દિવસોમાં ક્યાં-ક્યાં જીલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ?
આજથી ભાવનગર, અમરેલી, સોમનાથ, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, જૂનાગઢના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આજે બપોર પછી વરસાદ એક્ટિવિટીમાં વધારો જોવા મળશે છેલ્લા બે દિવસ કરતા.

આ પણ વાંચો: ગુજરાત થઇ જાવ તૈયાર / વાતાવરણમાં થયો મોટો ફેરફાર, આ તરોખોમાં વાવણી લાયક વરસાદ

દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે પવનની ઝડપ સાથે ઝાપટા પડવાની શક્યતા છે. વધારે અસર ડાંગ, સુરત, વલસાડ અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં રહેશે. મધ્ય ગુજરાતમાં પણ એકાદ બે સ્થળે વરસાદી ઝાપટા ની શક્યતા રહેશે. સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં તીવ્ર Thunderstorm સાથે વરસાદની શક્યતા છે. 

આજથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. આવતી ૪૮ કલાક દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન, તીવ્ર Thunderstormનાં કડાકા-ભડાકા થતા સાથે વરસાદી ઝાપટા જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની સંભાવના પણ રહેલી છે.

આ પણ વાંચો: આજથી નક્ષત્ર બદલાયું/ મૃગશીર્ષ નક્ષત્રમાં કયું વાહન? તોફાની પવન સાથે વરસાદ આગાહી ક્યાં?

નોંધ: હાલનાં Weather model મુજબ આ અમારું અનુમાન છે. આમાં કુદરતી પરિબળો મુજબ ફેરફાર થઈ શકે છે. ખેતી કામો અને વાવાઝોડા માટે હવામાન વિભાગને અનુસરવું.

પૂર્વાનુમાન/ 8-14 જૂન દરમિયાન, તોફાની પવન, વરસાદ, વાવણી, નક્ષત્ર આગાહી વગેરે?