લોકવાયકા:
‘’મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા''
(મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો)
રોહિણી પછી મૃગશીર્ષ નક્ષત્ર: આજથી (08/06/2022) નક્ષત્ર બદલાયું છે. આજથી મૃગશીર્ષ નક્ષત્ર ની શરૂઆત થઈ છે. આજે 12.40 થી સૂર્યનું પરિભ્રમણ મૃગશીર્ષ નક્ષત્રમાં થયું છે. આ નક્ષત્ર 21/06/2022 સુધી ચાલશે.
વાહન અને વરસાદ: મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે. આ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં વાવણીલાયક વરસાદ પણ પડી જતો હોય છે. સામાન્ય રીતે બપોર પછી વરસાદની એક્ટિવિટી નોંધાતી હોય છે.
આ પણ વાંચો: રામજીભાઈ કચ્છી દ્વારા આવતી 13 તારીખ સુધીની મોટી વરસાદ - પવન - વાવણીની આગાહી
જો મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી થઈ જાય તો ખેતીનાં પાકો માટે ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે. સામાન્ય રીતે ભીમ અગિયારસ પહેલા વાવણીનો વરસાદ ખેડૂતો સોના સમાન ગણતાં હોય છે. 10 તારીખે ભીમ અગિયારસ છે. જો કે 10 તારીખ પહેલાં ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવી પૂરી સંભાવના છે. કેમ કે ગઈ કાલથી એકીસાથે વાતાવરણમાં પલટો આવ્યો છે.
Khissu Teamની આગાહી: 8 તારીખથી 14 તારીખ વચ્ચેની વાત કરવામાં આવે તો હવે દરરોજ બપોર પછી વરસાદ એક્ટિવિટી સર્જાતી રહે. જેનો સૌથી વધારે લાભ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને મળતો રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજી વાતાવરણ બનવામાં વાર લાગશે અને છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પણ ખૂબ જ ઓછો જોવા મળી શકે. જ્યારે સૌરાષ્ટ્ર ,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈક કોઇક વિસ્તારમાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ પણ હવે ફાઇનલ ગણી લેવી.
પૂર્વાનુમાન/ 8-14 જૂન દરમિયાન, તોફાની પવન, વરસાદ, વાવણી, નક્ષત્ર આગાહી વગેરે?
હવામાન વિભાગ દ્વારા આગાહી: હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગરમીમાં રાહત મળશે અને આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે. ગઈ કાલે અમરેલી પંથકમાં વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: જાણીતા આગાહી કાર અશોકભાઈ પટેલની આગામી 6 થી 10 તારીખ સુધીમાં વરસાદની આગાહી