11 તારીખની માહિતી મુજબ મહારાષ્ટ્રના મુંબઇમાં આ વર્ષેનો વરસાદ ચાલુ થઈ ગયો છે. હાલમાં અરબી સમુદ્રમાં UAC સક્રિય બની છે. જે UAC મુંબઇ અને ગોવા વિસ્તારમાં વરસાદી વાતાવરણ બનાવી વરસાદ આપી રહી છે. જો આ UAC થોડી મજબૂત બની ગુજરાત તરફ આવશે તો આજથી જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ થઈ જશે. સાથે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં.
હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે. આ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે વાવણીલાયક વરસાદ પડતો હોય છે. આ નક્ષત્રનું વાહન ગધેડું છે. આ નક્ષત્ર 21/06/2022 સુધી ચાલશે. આ નક્ષત્ર દરમિયાન હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં છૂટો છવાયો પ્રિ મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ જોવા મળશે.
આ પણ વાંચો: આજથી 3 દિવસ ધોધમાર ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં?
બંગાળની ખાડી કરતા હાલમાં અરબી સમુદ્ર મજબૂત મૂડમાં છે એટલે ગુજરાતમાં વરસાદની શક્યતા સારી રહેલી છે. જોકે ઉત્તર ગુજરાતના અને કચ્છનો વારો થોડો મોડો આવશે. હાલમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતનાં દરિયા કિનારે શરૂ થઈ ચૂકી છે.
ગુજરાતમાં ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખો શું છે?
હવામાન વિભાગની વેબસાઈટ મુજબ: કેરળ, મુંબઈ-મહારાષ્ટ્ર પછી સૌથી પહેલા 15 જૂન આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પહોંચતુ હોય છે. ત્યાર બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ૨૦ જૂન પછી ચોમાસુ પહોંચતું હોય છે. જ્યારે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં 25 જૂન પછી ચોમાસું પહોંચતુ હોય છે. જોકે સૌથી છેલ્લે રાજસ્થાન અને કચ્છમાં 30 જૂન આજુબાજુ વરસાદ પડતો હોય છે. આ એમની નોર્મલ તારીખો છે. આમાં ઘણા ફેરફારો થયા કરતા હોય છે.
ખેડૂત મિત્રો એવું જરૂરી નથી કે ચોમાસાની નોર્મલ તારીખો હોય ત્યારે જ ચોમાસું બેસ, ત્યારે જ વરસાદ પડે! એ પહેલાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો સારો વાવણીલાયક વરસાદ પરિબળો મુજબ પડી જતો હોય છે. જોકે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું છે એટલે ગુજરાતમાં વહેલું જોવા મળી શકે છે. જૂનના બીજા અઠવાડિયાથી ગુજરાતમાં ધીમે-ધીમે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેમાં ઉત્તરોત્તર હવે વધારો થશે.
આજે મુંબઈમાં ચોમાસું પહોંચી ગયુ, જાણો ગુજરાતનો વારો કઈ તારીખે? વાવણી?
આ પણ વાંચો: આજથી નક્ષત્ર બદલાયું/ મૃગશીર્ષ નક્ષત્રમાં કયું વાહન? તોફાની પવન સાથે વરસાદ આગાહી ક્યાં?
પૂર્વાનુમાન/ 8-14 જૂન દરમિયાન, તોફાની પવન, વરસાદ, વાવણી, નક્ષત્ર આગાહી વગેરે?