હોટલમાં લોકો રહેવા માટે રૂમ રાખતા હોય છે અને તેનું ભાડું લેવાતું હોય છે. પણ જ્યારે એવી હોટલ કે જેમાં જીવતા માણસો નહીં પણ મૃતદેહને રાખવામાં આવે છે.
જી હા મિત્રો, જાપાનના યોકોહામા માં આવેલી આ 5 સ્ટાર હોટલમાં જીવતા માણસો નહીં પણ શબ ને રાખવામાં આવે છે.
જાપાન માં કબ્રસ્તાનનો અભાવ હોવાથી કબર માટે ૪ દિવસ અગાઉ બુકિંગ કરાવું પડે છે. કબ્રસ્તાન નો અભાવ હોવાથી કબર ના નામે લૂંટે છે. એવી જ રિતે આ હોટલ પણ શબ સાચવવા માટે પૈસા લે છે. આ હોટલનું નામ ' લાસ્ટેલ ' છે.
તમને જણાવી દઈએ કે આ 5 સ્ટાર હોટલમાં શબને સાચવવા માટે એક દિવસનું ભાડું રૂ. ૧૨૦૦૦ છે અને પરિવારને રાખવા માટે ૭૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ હોટલમાં મૃતદેહની સંભાળ માત્ર સ્વચ્છતા તેમજ ફ્રીઝર ની વ્યવસ્થા છે અને જ્યાં સુધી તેને સમાધિ માત્ર કોઈ સ્થાન ન મળે ત્યાં સુધી રાખવામાં આવે છે.