khissu

દરિયામાં કરંટ: આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદ નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે આવનાર ત્રણ દિવસ માટે રાજ્યની અંદર ભારે સાથે લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આજે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં ખાતુ છે તો જાણી લો ... ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો! 12 ઓગસ્ટથી મોટો ફેરફાર થશે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં 15 અને 16 ઓગસ્ટે ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના મતે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના સેવાઈ રહી છે.

આ પણ વાંચો: સાવધાન ગુજરાત: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.