khissu

સાવધાન ગુજરાત: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેમાંથી આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજ્યના મોટાભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: વાવાઝોડાં સાથે વરસાદની આગાહી: આ વિસ્તારો સાવધાન

હાલ સૌરાષ્ટ્ર અને તેની પાસે આવેલા અરબી સમુદ્ર પર લૉ પ્રેશર એરિયા પહોંચ્યો છે. જેના કારણે 11 અને 12 ઑગસ્ટ કચ્છ તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાનવિભાગ મુજબ જે બાદ આ વરસાદી સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્ર તરફ જતી રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, મહીસાગર માં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની શકયતા છે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે-સાથે દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: PM આવાસ યોજનાઃ કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, જાણી લો નહીં તો પૈસા નહીં મળે

12 ઑગસ્ટના રોજ કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.