બેંક ઓફ બરોડાના ખાતાધારકો માટે એક મહત્વના સમાચાર છે. જો તમારું પણ સરકારી બેંકમાં ખાતું છે, તો 12 ઓગસ્ટથી કેટલાક ખાસ ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા પર પડશે. તમને જણાવી દઈએ કે બેંકે વિવિધ મુદતની લોન માટે MCLR આધારિત લોનના દરમાં વધારો કર્યો છે.
નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થશે
બેંકે MCLRના દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને બેંકોના નવા દર 12 ઓગસ્ટથી લાગુ થશે. BOBએ બુધવારે સ્ટોક એક્સચેન્જને મોકલેલી માહિતીમાં કહ્યું કે તેણે MCLR દરમાં વધારાને મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચો: સાવધાન ગુજરાત: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
1 વર્ષમાં દર કેટલો છે
એક વર્ષના સમયગાળા માટે બેન્ચમાર્ક MCLR 7.65 ટકાથી વધારીને 7.70 ટકા કરવામાં આવ્યો છે.
આ છે લેટેસ્ટ ભાવ
બેંકમાં એક મહિનાની મુદતની લોન માટે MCLR 0.20 ટકા વધારીને 7.40 ટકા કરવામાં આવ્યો છે. 3 અને 6 મહિનાની મુદતની લોન માટે, MCLR 0.10 ટકા વધારીને અનુક્રમે 7.45 અને 7.55 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે
1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડામાં ચેક અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ ચેક દ્વારા પેમેન્ટ માટે બેંકમાં પોઝીટીવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે ગ્રાહકોએ 5 લાખ કે તેથી વધુ રકમના ચેક પર બેંકને વેરિફિકેશન આપવું પડશે.
આ પણ વાંચો: સપ્ટેમ્બર મહિનાથી મગફળીની નવી આવકો શરુ થવાના એંધાણ... જાણો આજની બજારના લેટેસ્ટ ભાવ
ચેક પરત કરી શકાય છે
બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ હવે કોઈને પણ ચેક સોંપતા પહેલા આ માહિતી ડિજિટલ રીતે આપવી પડશે જેથી બેંક કોઈપણ કન્ફર્મેશન કોલ વિના રૂ. 5 લાખના ચેકની ચુકવણી માટે આગળ વધી શકે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, જો ગ્રાહક ડિજિટલી પુષ્ટિ ન કરે તો ચેક પણ પરત કરી શકાય છે.
પોઝિટિવ પે સિસ્ટમ શું છે?
પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ, બેંકે ગ્રાહકોને નિયત રકમ કરતાં વધુના ચેક વિશે અગાઉથી જાણ કરવાની હોય છે. બેંક ચેકની ચુકવણી કરતા પહેલા ચેકની વિગતો વિશે આપેલી માહિતીને ક્રોસ ચેક કરે છે જેથી કરીને કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય.