બાકી જીલ્લામાં વાવણી ક્યારે? કાલે ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદ? નવી અપડેટ મુજબ લો-પ્રેશર સક્રિય અસર

બાકી જીલ્લામાં વાવણી ક્યારે? કાલે ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદ? નવી અપડેટ મુજબ લો-પ્રેશર સક્રિય અસર

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લો-પ્રેસર સિસ્ટમની અસરને કારણે નોંધાયો છે. જોકે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છના કેટલાક ભાગોમાં હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં 13 તારીખ સુધીમાં વરસાદ પડી જશે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આવતી કાલે (9 તારીખે) કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી લાગુ વિસ્તારોમાં ભારે વરસાદનું શક્યતાઓ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સહિત સ્તરોમાં પણ સારો વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે સંપૂર્ણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ઝાપટા સ્વરૂપે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે અને આવતીકાલ પછી એટલે કે 10 તારીખ પછી વરસાદના વિસ્તારોમાં ધીમે ધીમે વધારો થતો જશે.

નવી અપડેટ મુજબ 15 જુલાઈ સુધી ત્રણ કિલોમીટર ઉપર છવાયેલું સર્ક્યુલેશન બંગાળની ખાડી સુધી બહોળા સર્ક્યુલેશન રૂપે ગુજરાત ઉપર છવાયેલું રહેશે. જેમને કારણે રાજ્યમાં વધ-ઘટ રૂપે વરસાદી એક્ટિવિટી ચાલુ રહેશે અને 14 જુલાઇની આજુબાજુ બંગાળની ખાડીમાં નવું મજબૂત લો પ્રેશર સક્રિય થશે. જે પણ ગુજરાતને અસરકર્તા રહેશે.

રાજયમાં આજે સવારથી અત્યારસુધીમાં 120 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં 4.3 ઈંચ, ચિખલીમાં 4 ઈંચ વરસાદ તો બોડેલીમાં 4 ઈંચ, જોડિયા-જાંબુઘોડા અને દ્વારકામાં 4 ઈંચ વરસાદ જ્યારે વાંસદા, કલ્યાણપુર, જેતપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. કપરાડા, માણાવદર, કુતિયાણા, ભેસાણમાં 3 ઈંચ વરસાદ
ખંભાળિયા, સંખેડા, ધરમપુર અને ઉપલેટામાં 2.5 ઈંચ વરસાદ તો ગણદેવી, ધોરાજી, વડિયા, જૂનાગઢમાં 2 ઈંચ વરસાદ, હિંમતનગર, વંથલી, નખત્રાણામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.