khissu

ગુજરાતમાં વરસાદની આગાહી: હવામાન વિભાગ: જાણો નૈઋત્યનું ચોમાસુ કેટલે પહોંચ્યું?

રાજ્યના હવામાન વિભાગે વરસાદ તેમજ ભારે પવન ફુંકાવાને લઈને મોટી આગાહી કરી છે. હાલ તો બે દિવસ માટે અમદાવાદ ગરમીને લઈને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ ગરમીથી રાહત મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવીટી ની અસર રહેવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે.

ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર જોવા મળશે. જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવીટી ની અસર જોવા મળશે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો સામાન્ય વાવણીની તારીખો લખી લો; ખેતી કામો અને આગોતરા વાવેતરમાં ફાયદો, હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું?

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ હાલ યથાવત રહેશે. જો કે બે દિવસ બાદ ગરમીથી રાહત મળશે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સાથે જ ભારે પવન ફુંકાવાને લઈને આગાહી કરવામાં આવી છે. 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની નવી અપડેટ: આજે નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે. જેમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીનાં થોડા ભાગો તેમજ ઉત્તર પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના ઘણા ભાગોમાં આગળ વધ્યું છે. 

આ પણ વાંચો: Gujrat weather update: કાળાભાઈ ભુરાભાઈની આગાહી, ગુજરાતમાં મુશળધાર વરસાદ, વાવાઝોડું જાણો શું કરી આગાહી

આ પણ વાંચો: આજે ચોમાસું બેસી જશે, ગુજરાતમાં ક્યારે? અંબાલાલ પટેલ દ્વારા 6 આગાહી