khissu.com@gmail.com

khissu

ગુજરાતના ખેડૂતો સામાન્ય વાવણીની તારીખો લખી લો; ખેતી કામો અને આગોતરા વાવેતરમાં ફાયદો, હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું?

નમસ્કાર મિત્રો, વર્ષ 2022નું ચોમાસુ હાલમાં પ્રગતિના પંથે છે. આજે નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે. જેમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીનાં થોડા ભાગો તેમજ ઉત્તર પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના ઘણા ભાગોમાં આગળ વધ્યું છે. આવનાર દિવસોમાં મુબઈ પછી ગુજરાતમાં પણ સામાન્ય એક્ટીવીટી જોવા મળશે.

કેરળમાં ચોમાસું બેસી ગયા પછી 10થી 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસુ બેસતું હોય છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ પહોંચવાની નોર્મલ તારીખ 15 જૂન છે. પરંતુ આ વર્ષે આ તારીખ નજીક ગુજરાતમાં ચોમાસુ પહોંચી શકે તેવા પ્રબળ પરિબળ જણાઈ રહ્યા નથી.. જોકે વરસાદી પરિબળો ખાસ ધ્યાનમાં લેવામાં આવશે ત્યાર પછી ગુજરાતમાં ચોમાસું જાહેર કરવામાં આવશે. 

ખુશ-ખબર: ગુજરાતમાં આ તારીખે આવી રહી છે મેઘ મહેર; આજે ચોમાસું ક્યાં પહોંચ્યું?

ચોમાસું ગુજરાતમાં પહોંચવાની નોર્મલ તારીખો? 
ગુજરાતમાં સૌથી પહેલા 15 જૂન આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પહોંચતુ હોય છે. ત્યાર બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ૨૦ જૂને પછી ચોમાસુ પહોંચતું હોય છે. જ્યારે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં 25 જૂન પછી ચોમાસું પહોંચતુ હોય છે. જોકે સૌથી છેલ્લે રાજસ્થાન અને કચ્છમાં 30 જૂન આજુબાજુ વરસાદ પડતો હોય છે. આ એમની નોર્મલ તારીખો છે. આમાં ઘણા ફેરફારો થયા કરતા હોય છે. આ તારીખોને આધારે ખેડૂતોએ પોતાના કામો વહેલા પતાવી લેવા જોઈએ.

મિત્રો એવું જરૂરી નથી કે ચોમાસાની નોર્મલ તારીખો હોય ત્યારે જ ચોમાસું બેસે-ત્યારે જ વરસાદ પડે! એ પહેલાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો સારો એવો વાવણીલાયક વરસાદ ઘણી વખત પરિબળો મુજબ પડી જતો હોય છે. જોકે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું છે પરંતુ ગુજરાતમાં વહેલું બેસે તેવી સંભાવના થોડી ઓછી છે. જૂનના બીજા અઠવાડિયાથી ગુજરાતમાં ધીમે ધીમે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવું વેધર મોડેલ જણાવી રહ્યા છે.

IMDએ આગાહી કરી છે કે આ વર્ષે વધુ વરસાદની સંભાવના છે. IMDના રિપોર્ટ અનુસાર, આ ચોમાસાની સિઝનમાં સરેરાશ વરસાદ લાંબા ગાળાની સરેરાશના 103 ટકા રહેવાની શક્યતા છે. IMD એ એપ્રિલમાં કહ્યું હતું કે દેશમાં સામાન્ય વરસાદ પડશે, જે લાંબા ગાળાની સરેરાશના 99 ટકા હશે. આ સાથે દેશમાં આ વર્ષે મોસમી વરસાદ 89.6 સેમી સુધી નોંધાઈ શકે છે. પરંતુ જ્યાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. બીજી તરફ, ઉત્તરપૂર્વ, પૂર્વ, પૂર્વ-મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ દ્વીપકલ્પના ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. અગાઉ એપ્રિલમાં IMDએ કહ્યું હતું કે દેશમાં સામાન્ય વરસાદ થશે.

ક્યાં જીલ્લામાં, કઈ તારીખે આગાહી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે? 
ગુજરાતમાં 6-7 અને 8 તારીખ દરમિયાન ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જેવા જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ નજીકનાં જિલ્લા તો, દક્ષિણ ગુજરાતમાં મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર લાગુ બોર્ડર ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. આ વરસાદ જ્યાં પડે ત્યાં કડાકા ભડાકા સાથે જોવા મળશે. વાવણી લાયક વરસાદ પણ હોય શકે છે. દિવાસો જતા એક્ટિવિટીમાં વધારો જોવા મળશે.

આ પણ વાંચો: Gujrat weather update: કાળાભાઈ ભુરાભાઈની આગાહી, ગુજરાતમાં મુશળધાર વરસાદ, વાવાઝોડું જાણો શું કરી આગાહી

આ પણ વાંચો: આજે ચોમાસું બેસી જશે, ગુજરાતમાં ક્યારે? અંબાલાલ પટેલ દ્વારા 6 આગાહી