હમણાં લાંબા સમય થી મેઘરાજા સમગ્ર ગુજરાત માં હેત વરસાવી રહ્યા છે હજુ પણ આગાહી ના શરૂઆત ના બે ત્રણ દીવસોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે જોકે હવે ખેતી કાર્યો માટે એક સારી વરાપ ની જરૂર છે.
આ પણ વાંચો: રાજ્યમાં આવતી કાલથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી/ વરાપ ક્યારે ?
આગાહી ની વિગતવાર વાત કરીએ તો ગઈ આગાહી માં જણાવ્યું હતુ કે 19 ઓગસ્ટ ના બંગાળ ની ખાડી માં લો પ્રેશર બનશે એ પ્રમાણે બંગાળ ની ખાડી માં સીસ્ટમ બની અને ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થયને મધ્ય ભારતના ભાગોમાં આગળ વધી, મધ્યપ્રદેશ પર ડીપ્રેશન હવે નબળુ પડી વેલમાર્ક લો પ્રેશર માં પરીવર્તીત થયું છે તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રાજસ્થાન બાજુ ફંટાય તેવી શક્યતા છે જેની ખાસ અસર, ગઈ આગાહી માં જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્ય ને અસર કર્તા રહેશે એ પ્રમાણે,સીસ્ટમ આનુસંગિક યુએસી ના ટ્રફ ને લીધે 23/24 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રીજીયન અને કચ્છ ના ઉતરી ભાગોમાં 1 થી 3 ઈંચ જ્યારે અમુક જગ્યાએ 5 ઈંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: રાજ્યમાં વરસાદના આક્રમક રાઉન્ડ માટે રહો તૈયાર, ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ખેડામાં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે.