હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યમા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં 30 જૂન થી લઈને 3 જુલાઇ સુધીમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 1 જૂન સુધી રાજ્યમા છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈક સ્થોળે એ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 તારીખથી વરસાદના પ્રમાણમાં વધારો થશે, 2 અને 3 તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ થઇ શકે છે.
જો કે 30 થી 1 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે અને ત્રણ તારીખે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દાદરાનગર હવેલીના છૂટા છવાયા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.