khissu

ગુજરાતમાં ફરી હવામાન વિભાગની આગાહી

બંગાળની ખાડી નું લો પ્રેસર ધીમે ધીમે ગુજરાત તરફ પ્રવેશી ગયું છે અને અરબી સમુદ્રની અંદર પણ ડિપ્રેશન સક્રિય થવાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદી માહોલ સર્જાયો છે. આ માહોલની વચ્ચે મોટાભાગના તાલુકાની અંદર સાર્વત્રિક રીતે મેઘમહેર જોવા મળી છે

સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યો છે તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં ખાતુ છે તો જાણી લો ... ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો! 12 ઓગસ્ટથી મોટો ફેરફાર થશે

હવામાન વિભાગ દ્વારા ફરી ગાજવીજ અને વાવાઝોડા સાથે ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. આ બંને સિસ્ટમના કારણે આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો: હવામાન આગાહી: અંબાલાલ પટેલે કરી નવી નક્કોર આગાહી, 13 થી 16 તારીખમાં કેવો વરસાદ ?

માછીમારો અને દરિયો ના ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સાથે સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીર સોમનાથનો દરિયો ગાંડો તુર બન્યો હતો અને ભારે પવનને કારણે ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા હતા.